બહારગામના કિન્નરને દાહોદના કિન્નરોના અખાડામાં સમાવવાની ઓફર લઈને આવેલા યુવાનને કિન્નરોના સમૂહે ઢોરમાર મારી વરઘોડો કાઢતા ચકચાર

Editor Dahod Live
2 Min Read

દાહોદ ડેસ્ક તા. 12

દાહોદમાં આજકાલ કિન્નરો અને તેઓનું વર્તુળ કેન્દ્ર સ્થાને રહેવા પામેલ છે અનેકવિધ બનાવો થકી ચર્ચામાં રહેલા કિન્નરોના એક જૂથ દ્વારા દાહોદ બહારથી આવેલા યુવાનની જાહેરમાં કરાયેલ મારપીટ શહેરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. દાહોદ નજીક ટ્રેનમાંથી પટકાયેલા કિન્નરના બનાવની શાહી હજી સુકાઈ નથી ત્યાં તો આજનો બનાવ ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે

તાજેતરમાં દાહોદ- ઉજ્જેન મેમુમાં બક્ષિશ માંગવા બાબતે થયેલ ઝઘડામાં એક કિન્નરનું ચાલુ ટ્રેનમાંથી પડી જતાં મોત થયું છે.તેમજ ઈજાગ્રસ્ત કિન્નરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તે બાબતે દાહોદના કિન્નરોના અખાડા દ્વારા મૃતક કિન્નરના લાશનો અસ્વીકાર કરતા પોલીસે કિન્નરની લાશને વડોદરા કોલ્ડરૂમ ખાતે મોકલી દેવામાં આવી હતી.ત્યારે આ બનાવની શાહી હજુ સુકાઇ નથી ત્યારે હિંમતનગર થી દાહોદ આવેલો રિયાજ અલી નામક યુવાન પોતાની સાથી કિન્નરને દાહોદના અખાડામાં સામેલ કરવા ત્રણ દિવસથી કિન્નરોના સંપર્કમાં આવ્યો હતો.ત્યારે આજરોજ રિયાજઅલી ને કિન્નરો દ્વારા દર્પણરોડ ખાતે આવેલ અખાડા પર બોલાવી તેની જોડે મારપીટ કરી રિક્ષામાં બેસાડી ગોદીરોડ ખાતે આવેલા કિન્નરોના મંદિરે લઇ જઈ ત્યાંથી કિન્નરો દ્વારા યુવકને ઢોરમાર મારતા મારતા વરઘોડો કાઢી દાહોદ શહેર પોલીસ મથકે લઇ જઈ પોલીસ મથકે સોંપી દીધો હતો કિન્નરોના જણાવ્યા અનુસાર હિંમતનગરથી આવેલો ઉપરોક્ત યુવાન છેલ્લા કેટલાય દિવસથી અમારી પૂછપરછ કરી અમારા કિન્નરોને છરી દેખાડી જાનથી મારી નાખવાની ધાક ધમકી આપતો હતો અને હમણાં થોડાક દિવસ અગાઉ અમારા કિન્નરની હત્યાં કરી હોવાના આક્ષેપ કર્યો હતો. જોકે પોલીસ મથકે બન્ને પક્ષે સમાધાનની વાત ચાલતા સમાચાર લખાય ત્યાં સુધી પોલીસ ફરિયાદ થવા પામી નહોતી જોકે યુવાનને કિન્નરો દ્વારા યુવાનને જાહેરમાં માર મારી વરઘોડો કાઢતા બાબતે તરેહ તરેહની ચર્ચાઓની વચ્ચે ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે ત્યારે સમગ્ર મામલે પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થશે કે પછી કુલડીમાં ગોળ ભાંગશે તે તો આવનાર સમય જ batavse

Share This Article