Friday, 09/05/2025
Dark Mode

દાહોદ જિલ્લાની અડીને આવેલી રાજસ્થાન-મધ્ય પ્રદેશ બોર્ડરની મુલાકાત લેતા રેંજ આઇજી,કલેક્ટરશ્રી,જિલ્લાપોલીસવડા

દાહોદ જિલ્લાની અડીને આવેલી રાજસ્થાન-મધ્ય પ્રદેશ બોર્ડરની મુલાકાત લેતા રેંજ આઇજી,કલેક્ટરશ્રી,જિલ્લાપોલીસવડા

જીગ્નેશ બારીયા @ દાહોદ

દાહોદ જિલ્લાની અડીને આવેલી રાજસ્થાન-મધ્ય પ્રદેશ બોર્ડરની મુલાકાત લેતા રેંજ આઇજી,કલેક્ટરશ્રી,જિલ્લાપોલીસવડા

દાહોદ તા.11

કોરોનાના કાળા કેરની વચ્ચે દાહોદ પોલીસે રાજસ્થાન તેમજ મધ્ય પ્રદેશની સરહદો સીલ કરી દીધી છે. તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બોર્ડર પર આવશ્યક ચીજવસ્તુઓ તેમજ મેડિકલ ઇમરજન્સી સિવાય કોઈને પણ આવવા પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.ત્યારે આજરોજ રેંજ આઈજીપીએ દાહોદની મુલાકાતે આવી બોર્ડરનું નિરીક્ષણ કર્યું હતું.

કોરોના મહામારીને નાથવા વહીવટીતંત્ર તેમજ આરોગ્યતંત્ર અથાગ પરિશ્રમ કરી રહ્યા રહ્યો છે. ત્યારે લોકડાઉનનું ચુસ્તપણે અમલવારી કરવા પોલિસતંત્ર પણ રાતદિવસ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે.રાજસ્થાનની બોર્ડર પર આવેલા દાહોદ ઇન્દોરના કોરોના પોઝીટીવ કેસને હાલ કોરોનાથી સુરક્ષિત છે.અને દાહોદથી સૌથી નજીક આવેલા અને કોરોનાનો હોટસ્પોટ બનેલા રાજસ્થાનના કુશલગઢમાં કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર દ્વારા કુશલગઢને ક્લસ્ટર કોરોનટાઇન કરી નાખવામાં આવ્યું છે.ત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી સારવાર અર્થે તેમજ અન્ય કામઅર્થે દાહોદ આવતા લોકોથી કોરોના સંક્રમણ ના થાય તે હેતુથી કલેક્ટરશ્રી ના આદેશોનુસાર દાહોદ જિલ્લા વડાશ્રીના માર્ગદર્શનમાં આંતરરાજ્ય બોર્ડરો સીલ કરી દીધી છે. અને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ તેમજ મેડિકલ ઇમરજન્સીમાં આવતા લોકોનું ઝીણવટભરી સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજરોજ દાહોદ આવેલા પંચમહાલ રેંજ આઈજીપી એમ. એસ. ભરાડા, કલેક્ટરશ્રી વિજય ખરાડી, તેમજ જિલ્લા પોલિસવડા હિતેશ જોઈસરે રાજસ્થાનને જોડતી ચાકલીયા, ધાવડીયા, ઠુંઠા કંકાસીયા, ઘુઘસ, પાટવેલ સહીતની બોર્ડરોની મુલાકાત લઇ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી નિર્દેશો કર્યા હતા.

error: Content is protected !!