દાહોદમાં વિવિધ વિસ્તારોમાં ચોર-લૂંટારુઓ આવ્યાની વાતથી અફવા બજાર ગરમ :અફવા ફેલાવનાર લોકોને ઝડપી પાડવા પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
3 Min Read

જીગ્નેશ બારીયા @ દાહોદ 

શહેરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં ચોર આવ્યા હોવાની અફવાથી લોકોમાં ભયનો માહોલ, શહેર સહીત જિલ્લામાં પોલિસનું ચોવીસ કલાક રાઉન્ડ- ધ- ક્લોક પેટ્રોલિંગ, લોકોને ભયભીત કરનારા અમુક ચોક્કસ તત્વોને ઝડપી પાડવા પોલિસ સાબદી બની, શોશ્યલ મીડિયાથી માંડી તમામ જગ્યાએ પોલિસનું જડબેસલાક મોનીટરીંગ, અફ્વા ફેલાવનાર લોકો સામે ગુનો દાખલ કરવા જિલ્લા પોલીસવડાએ આપ્યા નિર્દેશ, 

દાહોદ તા.૧૦
દાહોદ શહેરમાં કોરોનાનો પ્રથમ કે નોંધાયા બાદ દાહોદશહેરવાસીઓ હવે ઘરની બહાર વગર કામે નીકળવાનું ટાળી રહ્યા છે અને બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા પણ જાહેરનામા પ્રસિધ્ધ કરી ઘરની બહાર નીકળતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યુ છે ત્યારે બીજી તરફ હાલ દાહોદ શહેરમાં વિવિધ જગ્યાએ, ચોર, ધાડપાડુઓ તેમજ  ફાયરીંગ થયું હોવાની તેમજ લુંટફાટ થતી હોવાની અફવાઓ વચ્ચે અફવા બજારે ભારે ચર્ચાનો જોર પકડ્યું છે.ત્યારે હાલ સુધી આવો કોઈ બનાવ બનવા પામ્યો નથી. પોલીસ ચોવીસે કલાક રાઉન્ડ ધી ક્લોકની પરિસ્થતિમાં દાહોદ શહેરની નીગરાની કરી રહી છે.

લોકડાઉનના માહોલ વચ્ચે હાલ સમગ્ર દાહોદ જિલ્લાના રસ્તાઓ, ગલી, મહોલ્લાઓ સુમસામ રહે છે. રાત્રીના બાદ તો રસ્તાઓ સદંતર સુમસામ ભાસતા હોય છે. આ અંધકારના માહોલમાં પણ પોલીસ દ્વારા શહેરના તમામ રસ્તાઓ, ગલી, મહોલ્લા વિગેરે જેવા વિસ્તારોમાં હાલ નાઈટ પેટ્રોલીંગ કરી રહી છે.પરંતુ છેલ્લા બે – ત્રણ દિવસથી એવી અફવાઓએ પણ જોર પકડ્યું છે કે, ફલાણી જગ્યાએ ફાયરીંગ થયું, ફલાણી જગ્યાએ ચોરી, લુંટફાટ થઈ વિગેરે જેવી અફવાઓથી હાલ દાહોદ શહેરવાસીઓ ચિંતાના માહોલમાં જોવા મળી રહ્યા છે પરંતુ આ સમગ્ર મામલે હજુ સુધી આવા કોઈ બનાવની પુષ્ટી થવા પામી નથી.આવા કટોકટીના સમયમાં શહેરમાં શાંત વાતાવરણને ડહોળનારા લોકો સામે કાર્યવાહી કરવા સતત બાજનજર રાખી રહી છે.પોલિસતંત્ર દ્વારા  શોશ્યલ મીડિયા, તેમજ અન્ય પ્રકારે આવી અફવા ફેલાવનાર વ્યક્તિઓને ઝડપી પાડવા એક્શનમાં આવી ગયા છે.આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું પણ જાણવા મળેલ છે.

લોકડાઉનની પરિસ્થિતિમાં શહેરમાં  શોશ્યલ મીડિયા કે અન્ય કોઈ પ્રકારે  અફવા ફેલાવનાર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે:-હિતેશ જોઈસર :-જિલ્લા પોલીસવડા, દાહોદ 

દાહોદ ટાઉન અને રૂરલ વિસ્તારમાં લોકોએ કોઈપણ પ્રકારના અફવાઓ પર ધ્યાન આપી પેનીક ક્રિએટ કરવાની જરૂર નથી. પોલીસ આજથી નાકાબંધી પણ કરે છે.પોલિસતંત્ર દ્વારા અમુક સોસાયટીઓમાં વોલિન્ટરીયર્સ તૈયાર કર્યા છે.અને ઘણા વિસ્તારોમાં પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ પણ કરી રહી છે. કોઈપણ જાતની અફવાઓ તરફ જાહેર જનતાએ ધ્યાન દોરવું નહીં અને આવું કંઈ પણ હોય તો પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવી.વધુમાં જણાવ્યા અનુસાર, સોશીયલ મીડીયા પર કે કોઈ પણ માધ્યમથી આવી કોઈ અફવા ફેલાવનાર તત્વો નજરે પડશે કે માલુમ પડશે તો તેની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતુ.

Share This Article