Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢબારિયા મામલતદાર કચેરીમાં છેલ્લા એક માસથી વધુ સમયથી કાયમી મામલતદારની નિમણુંક ન થવાના કારણે અરજદારોને હાલાકી ભોગવવાનો વારો

દેવગઢબારિયા મામલતદાર કચેરીમાં છેલ્લા એક માસથી વધુ સમયથી કાયમી મામલતદારની નિમણુંક ન થવાના કારણે અરજદારોને હાલાકી ભોગવવાનો વારો

મઝહર અલી મકરાણી @ દે.બારીઆ 

દેવગઢબારિયા મામલતદાર ઓફિસમાં કાયમી મામલતદારની નિમણુંક ન હોવાના કારણે અરજદારોને ધરમના ધક્કા ખાવાનો વારો.છેલ્લા એક માસથી મામલતદારની જગ્યા ખાલી પડતા ઈન્ચાર્જ મામલતદાર દ્વારા દાખલા આપવા માટે આનાકાની કરતા અરજદારોને રઝળવાનો વારો,રાજ્ય કક્ષાના મંત્રીના વિસ્તારમાં પ્રજાની કફોડી હાલત.

દે.બારીઆ તા.10

દેવગઢબારિયા મામલતદાર કચેરીમાં છેલ્લા એક માસથી વધુ સમયથી કાયમી મામલતદારની નિમણુંક ન થવાના કારણે અરજદારોને પડતી હાલાકી ભોગવી રહ્યા છે.દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકા મથકે આવેલ મામલતદારશ્રીની કચેરીમાં તાલુકા અનેક ગામોમાંથી આવતા અરજદારો આવક, જાતિના દાખલા, વારસાઇ, રેશનકાર્ડ વગેરે માટે કામ લઈને આવતા હોય છે. ત્યારે આ મામલતદાર ઓફીસમાં જાતિના દાખલા, વારસાઇ અંગેની નોંધ એ મુખ્ય મામલતદારની જવાબદારી હેઠળ આપવાનું હોય છે. તેમજ અનેક નાના-મોટા કામ લઈને અરજદારો આવે છે ત્યારે આ મામલતદાર કચેરીમાં ચાર માસ અગાઉ મામલતદાર તરીકે સંકેતભાઈ પટેલ તરીકે પ્રોબેશનલ પ્રિયડમાં ત્રણ માસની નિમણૂક થઇ હતી. એ ત્રણ માસનો પ્રોબેસનલ પ્રિયડ પૂરું થતાં તેમની બદલી થઈ જતા મામલતદાર શ્રીની જગ્યા ખાલી પડતા આ કચેરીમાં નાયબ મામલતદાર તરીકે નોકરી કરતા શ્રી સંજયભાઈ પટેલને મામલતદારનો ચાર્જ આપવામાં આવ્યો છે. ત્યારે આ નાયબ મામલતદારને તેઓની જ ઓફિસનો સ્ટાફ ગણકારતો ના હોય તેમ કરાર આધારિત કર્મી પણ તેમના કહિયામાં કામ કરતા નથી. ત્યારે આ ઓફિસમાં જાતિ તેમજ આવકના દાખલા, અને રેશનકાર્ડ માટે આવતા અરજદારને અનેક ધરમના ધકકા ખાવા પડે છે. ત્યારે હાલમાં આ ઓફિસ કોઈ પણ શાખામાં કર્મચારીઓ અરજદારોની કોઈ વાત સાંભળવા તૈયાર જ નથી. જ્યારે ઇન્ચાર્જ મામલતદાર અરજદારોને ઉડાઉ જવાબ આપતા હોય તો અન્ય કર્મી કેવા જવાબ અરજદારને આપતા હસે તેમજ ઈ ધરામાં પણ વારસાઈ અંગેની એન્ટ્રી માટે અરજદારને અનેક ધરમના ધક્કા ખાવા પડે છે. ત્યાર આ મામલતદાર ઓફિસમાં મામલતદારની ખાલી પડેલી જગ્યામાં વહેલી તકે જગ્યા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે સરકાર દ્વારા વહેલી તકે આ ખાલી જગ્યા ભરવા તશદી લેશે ખરી તે આવનાર દિવસોમાં જોવાનું રહ્યું..

error: Content is protected !!