Thursday, 21/11/2024
Dark Mode

અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ દાહોદ શહેરમાં લોકોમાં ઉત્સાહનું મોજું :વહીવટી તંત્રના ચાંપતા બંદોબસ્ત વચ્ચે શહેર સહિત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ

અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ દાહોદ શહેરમાં લોકોમાં ઉત્સાહનું મોજું :વહીવટી તંત્રના ચાંપતા બંદોબસ્ત વચ્ચે શહેર સહિત જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલ

અયોધ્યા રામમંદિરના દેશની સર્વોચ્ચ  અદાલતના ઐતિહાસિક ચુકાદાને  નિહાળવા લોકો ટીવી સામે ગોઠવાયા,  કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે   પોલીસતંત્ર દ્વારા ચાંપતા પોલીસ બંદોબસ્ત  વચ્ચે ફ્લેગમાર્ચ યોજી, સોશ્યલ મીડિયા  પર વાંધાજનક પોસ્ટ વહેતી ન થાય અને શાંતિ જળવાય તે માટે  લોકો દ્વારા અપીલ કરાઈ, વ્હૉટ્સ અપ  ગ્રુપોમાં કોઈ ટીખળ ન થાય તે માટે  કેટલાક ગ્રુપ એડમીનોએ પણ ગ્રુપ ચેટ ને  એડમીન મોડમાં નાખી દીધા, વહીવટી તંત્ર દ્વારા  શહેર સહિત જિલ્લાની તમામ ગતિવિધિઓ પર બાજનજર રાખતા  શાંતિનો માહોલ 

દાહોદ ડેસ્ક તા.૦૮
અયોધ્યા કેસમાં સુપ્રિમ કોર્ટના ચુકાદા બાદ દાહોદ શહેરમાં લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. લોકોએ એકબીજાને મોંહ મીઠુ કરાવી શુભેચ્છા પાઠવી હતી ત્યારે બીજી તરફ ચુકાદા સંદર્ભે કોઈ અનીચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસ તંત્ર તથા વહીવટી તંત્ર દ્વારા દાહોદ શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

છેલ્લા ઘણા વર્ષાેથી અયોધ્યા કેસ ઉપર લોકોની નજરો મંડરાયે હતી અને આ કેસમાં શું ચુકાદો આવશે તેની લોકો આતુરતા થી રાહ જોતા હતા ત્યારે આ કેસમાં સુપ્રિમ કોર્ટ દ્વારા આજે ચુકાદો જાહેર કરતાં લોકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. લોકોએ એકબીજાનું મીઠાઈથી મોંહ મીઠુ કરાવી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી તો બીજી તરફ દાહોદ શહેરમાં કોઈ અનીચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે સાથે લોકોના શોશિયલ મીડીયા ગ્રુપ જેવા કે વોટ્‌સ એપ, ફેસબુક, ઈસ્ટાગ્રામ જેવા માધ્યમો પર પણ સરકાર દ્વારા ચાંપતી નજરો પણ રાખવામાં આવી હતી.

error: Content is protected !!