જીગ્નેશ બારીઆ /નીલ ડોડીયાર @ દાહોદ
દાહોદ તા.09
દાહોદ તાલુકાના ભંભોરી ગામના 17 વર્ષીય કોલેજના વિધાર્થીએ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂમમાં પંખામાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા કોલેજ પરિસર સહીત વિદ્યાર્થીના પરિવારજનોમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે મરણજનાર વિધાર્થીના પરિવારજનો દ્વારા મૃતકના શબના અંતિમ સંસ્કાર માટે વતનમાં લાવ્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના ભંભોરી ગામના રહેવાસી રણજીત સિંહ બશીનો 17 વર્ષીય પુત્ર રોનક જે વડોદરા જિલ્લાના સાવલી ખાતેની કે.જે.આઇટી એન્જિનિયરિંગ કોલેજ ના મેકેનિકલ બ્રાન્ચના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો હતો. ત્યારે રોનકે ગતરોજ હોસ્ટેલના રૂમમાં અગમ્ય કારણોસર પાંખમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ સાથી વિધાર્થીઓને થતા તેઓએ બનાવ સંબંધી જાણ કોલેજ સત્તાધીશોને કરતા હોસ્ટેલના રેક્ટર, તેમજ કોલેજના સત્તાધીશો તાબડતોડ ઘટનાસ્થળે આવી આ અંગેની જાણ વિધાર્થીના પરિવારજનો તેમજ સાવલી પોલિસને કરતા વિધાર્થીના પરિવારજનો તાબડતોડ સાવલી હોસ્ટેલ ખાતે પહોંચી જઈ રોનકની આત્મહત્યા અંગે આક્ષેપો કરતા સાવલી પોલીસે પંચનામું કરી મૃતકના શબને નીચે ઉતારી પેનલ પીએમ માટે સાવલી સરકારી હોસ્પિટલમાં મોકલી દીધો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ મૃતક વિધાર્થીનું પેનલ પીએમ કરી શબને પરિવારજનોને સોંપી દેતા તેઓ મૃતક રોનકના શબને અંતિમ સંસ્કાર માટે પોતાના વતન ભંભોરી ખાતે રવાના થયા હતા.
હાલ આ બનાવ સંબંધે સાવલી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વિધાર્થીનું મોતનું સાચું કારણ જાણવામાં જોતરાઈ ગઈ હોવાનું પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.
હાલ આ બનાવ સંબંધે સાવલી પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી વિધાર્થીનું મોતનું સાચું કારણ જાણવામાં જોતરાઈ ગઈ હોવાનું પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યા છે.
