Saturday, 12/07/2025
Dark Mode

લોક ડાઉનલોડના પગલે ગરબાડામાં વર્ષોથી ઉજવાતો હનુમાન જયંતિનો ઉત્સવ મોકૂફ રખાયો:ભક્તોએ પોતાના ઘરમાં જ હનુમાનજીની ઉપાસના કરી ઉજવણી કરી

લોક ડાઉનલોડના પગલે ગરબાડામાં વર્ષોથી ઉજવાતો હનુમાન જયંતિનો ઉત્સવ મોકૂફ રખાયો:ભક્તોએ પોતાના ઘરમાં જ હનુમાનજીની ઉપાસના કરી ઉજવણી કરી

  વિપુલ જોષી @ ગરબાડા 

લોક ડાઉનલોડ ના પગલે ગરબાડા મા વર્ષોથી ઉજવાતો હનુમાન જયંતિનો ઉત્સવ મોકૂફ રખાયો,ભક્તોએ પોતાના ઘરમાં જ હનુમાન જી ની ઉપાસના કરી ઉજવણી કરી

ગરબાડા તા.08

ગરબાડામાં રામનાથ તળાવ કિનારે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનજીના મંદિરે નગરના યુવાનો દ્વારા વર્ષોથી હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હતી.ધુન ભજન સુંદરકાંડના પાઠ અને અંતે સમૂહમાં હનુમાન ચાલીસાના પાઠ બાદ ભવ્ય ભંડારાનું આયોજન પણ કરવામાં આવતું હતું.પરંતુ હાલમાં કોરોનાવાયરસને લઈને સમગ્ર દેશભરમાં લોક ડાઉન ચાલી રહ્યું છે. જે બાબતને ધ્યાનમાં રાખીને આ વર્ષે હનુમાન જયંતી ઉત્સવ ની ઉજવણી મોકૂફ રાખવામાં આવી અને ભક્તોએ ઘરે બેસીને જ કષ્ટભંજન દેવની આરાધના કરી હનુમાન જયંતિની ઉજવણી કરી હતી હતી થોડા દિવસ અગાઉ જ રામ નવમી મહાવીર જયંતી સહિતના અનેક તહેવારો પણ લોક ડાઉન ના કારણે મોકૂફ રાખવામાં આવ્યા હતા તો બીજી તરફ ગરબાડા નગરમાં આવેલ શ્રી રામજી મંદિર ખાતે બપોરના 12:00 મંદિરના પૂજારી ગોપાલભાઈ દ્વારા પ્રભુ શ્રીરામ અને હનુમાનજીની આરતી કરવામાં આવી હતી જેમાં સોશ્યલ ડીસ્ટન્ટ જળવાય તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું અને દેશ અને દુનિયામાંથી કોરોના નામના રાક્ષસ નાબૂદ થઈ જાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

error: Content is protected !!