મઝહર અલી મકરાણી @ દે.બારીયા
દે.બારિયા નગરમાં હોમકવોરેંટાઈન કરેલા કેટલાક લોકો જાહેરમાં ફરતા નજરે પડતા નગરજનોમાં ફફડાટ અંગે કોને કહેવાય તેવા અનેક સવાલ? નગરમાં અત્યાર સુધી ૯૨ નગરજનોએ હોમ કવોરેન્ટાઈન કરાયા, કેટલાય કેસોમાં કોરોનાના લક્ષણો ન હોવા છતાં પોઝીટીવ આવ્યા,દાહોદમાં મુસ્કાનના મામાનું કોરોનટાઇનમાં 14 માં દિવસે રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, વડોદરા,ગોધરા,ભીલવાડા સહિત અનેક રેડઝોન શહેરોમાંથી આવતા લોકોને સાવચેતી ભાગરૂપે શેલ્ટર હોમમાં મૂકવામાં આવે તેવી માંગ,
દે.બારીઆ.07
દાહોદ જિલ્લાના દેવગઢબારીયા તાલુકામાં હાલમાં કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી. ત્યારે દાહોદ જિલ્લામાં 17 પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે. ત્યારે દેવગઢ બારિયાની બીજી બાજુ પંચમહાલ સહીત ગોધરામાં કેસો વધતા વહીવટી તંત્ર દ્વારા રેડઝોન જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે દેવગઢબારિયા નગરમાં પણ હાલમાં બહારગામથી કેટલાય લોકો આવી રહ્યા છે. ત્યારે એક તરફ કૂદકે ને ભૂસકે કોરોનાના કેસ વધી રહ્યા છે.તેવા સમયે બહારગામથી આવતા અને તેમાંય રેડઝોન માંથી આવતા લોકોની માહિતી આસપાસના રહેતા નગરજનો દ્વારા આરોગ્ય તંત્ર, પોલીસ તેમજ વહીવટી તંત્રને જાણ કરવામાં આવે છે. આરોગ્ય તંત્ર પહોંચી જાય છે.ત્યારે બહારથી આવેલા લોકો પોતાની ઓળખ છુપાવી તંત્રને ગેરમાર્ગે દોરે છે.અને બહારથી કોઈ આવ્યું ન હોય તેવું કહી આરોગ્ય તંત્રને કાઢી મૂકે છે.જે ઘણી ગંભીર બાબત છે.હાલ નગરમાં અત્યાર સુધી ૯૨ કેટલા વ્યક્તિઓને તંત્ર દ્વારા હોમકવોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૭ જેટલા વ્યક્તિઓને ૧૪ દિવસ પૂર્ણ થતાં ૫૫ વ્યક્તિઓનું હોમકવોરેન્ટાઈન ચાલુ છે. ત્યારે હોમ કોરોનટાઇન કરાયેલા કેટલાક લોકો નગરમાં બેરોકટોક ફરતા નજરે પડી રહ્યા છે.ત્યારે આવા લોકોના કારણે અન્ય નગરજનોમાં ફફડાટ ફેલાઈ રહ્યું છે.ત્યારે રેડઝોનમાંથી આવેલા લોકોના કારણે દેવગઢબારીઆ નગરમાં કોરોના વાઇરસના સંક્રમણ ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે. આવા લોકોની સામે વહીવટીતંત્ર દ્વારા પગલા ભરી હોમ કવોરેન્ટાઈનની જગ્યાએ શેલ્ટર હોમમાં મૂકવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.હાલ કોરોના મહામારીને નાથવા જેટલી જવાબદારી આરોગ્યતંત્ર સહીત વહીવટીતંત્રની છે. તેટલી જવાબદારી નગરજનોની પણ છે.આવા કપરા સમયે દે.બારીયાના નગરજનોએ આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્રને સાથે રહી આ વાયરસને રોકવા મદદરૂપ થાય તે સહુના હિતમાં છે.