Thursday, 21/11/2024
Dark Mode

શાળાના શિક્ષકની જોહુકમી અને ગેરવર્તુણકથી કંટાળેલા ગ્રામજનો દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ

શાળાના શિક્ષકની જોહુકમી અને ગેરવર્તુણકથી કંટાળેલા  ગ્રામજનો દ્વારા જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરતા શિક્ષણ આલમમાં ખળભળાટ

શિક્ષક દ્વારા ફરજ દરમ્યાન શાળામાં અનિયમિતતા, શાળામાં ચાલુ ક્લાસમાં મોબાઈલ ફોનનો વપરાશ શાળામાં આચાર્ય બહેન હોવા છતાં શાળાનો તમામ વહીવટ તે કરે છે, શાળામાં પોતે જ બોસ છે તે રીતે વર્તન કરે છે અને ફરે છે. શાળામાં બાયોમેટ્રીક સીસ્ટમ શરૂ થઈ ત્યારથી તેણે બંધ રાખી હતી. શેક્ષણિક કામગીરી શુન્ય છે જેવી અનેક ફરિયાદો સાથે ગ્રામજનોએ આખરે જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યું છે. 

દાહોદ ડેસ્ક તા.૦૫

દાહોદ તાલુકાના મંડાવાવ ગામે આવેલ વડલી ફળિયા પ્રાથમીક શાળાના એક શિક્ષકની શાળામાં અનિયમીતતા  તેમજ વિવિધ બાબતે શિક્ષક દ્વારા મન ફાવે તેમ ફરજ બજાવતા શાળાના બાળકોનું ભાવિ જોખમાતાં ગ્રામજનો દ્વારા તેઓને આ વિશે અનેકવાર રજુઆતો કરવા છતાં તેઓ દ્વારા કોઈ ધ્યાન ન અપાતા આખરે ગ્રામજનો દ્વારા આ સંબંધે ઉચ્ચસ્તરીય રજુઆતો કરી તાલુકા પંચાયત પ્રમુખ અને ગ્રામ પંચાયતના સરપંચ પાસે રજુઆતો કરી આ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરવામાં આવી છે.

દાહોદ તાલુકાના મંડાવાવ ગામના ગ્રામજનો દ્વારા જણાવ્યા પ્રમાણે ગામમાં આવેલ વડલી ફળિયા પ્રાથમીક શાળાના શિક્ષક વિજયભાઈ ચંદુભાઈ પ્રજાપતિ લગભગ ૧૦ વર્ષથી આ શાળામાં ફરજ બજાવે છે. પોતાની ફરજ દરમ્યાન શાળામાં અનિયમિતતા, શાળામાં ચાલુ ક્લાસમાં મોબાઈલ ફોનનો વપરાશ, શાળામાં આચાર્ય બહેન હોવા છતાં શાળાનો તમામ વહીવટ તે કરે છે, શાળામાં પોતે જ બોસ છે તે રીતે વર્તન કરે છે અને ફરે છે. શાળામાં બાયોમેટ્રીક સીસ્ટમ શરૂ થઈ ત્યારથી તેણે બંધ રાખી હતી. શેક્ષણિક  કામગીરી શુન્ય છે અને આ વિસ્તારમાં માથાભારે ઈસમ છે. જાઈ આ બાબતે કોઈ રજુઆત કરે તો તમારાથી થાય તે કરી લો, મારી પહોંચ ખુબ જ લાંબી છે, મારે નેતાઓ સાથે સારા સંબંધ છે, તેમ કહી ગ્રામજનો સાથે ખરાબ વ્યવહાર કરે છે. શાળામાં ભણતા બાળકોને વાંચન તથા લેખન પણ આવડતુ નથી. આ શિક્ષક દ્વારા શાળાના બાળકોના ભણતર સામે કોઈ ધ્યાન દેવામાં આવતુ નથી. ગ્રામજનો દ્વારા આ બાબતે અનેકવાર લાગતા વળગતાં તંત્રને ધ્યાને દોર્યુ હતુ તે સમયે આ શિક્ષક સામે દાહોદ જિલ્લાના કલેક્ટર વિજય ખરાડી દ્વારા ૧૦૦ રૂપીયાના સ્ટેમ્પ પર માફી પત્ર પણ લખાડવામાં આવ્યા હતો. પરંતુ તે બાદ પણ ઉપરોક્ત શિક્ષકની કામગીરી કે વર્તનમાં કોઈ ફેર ન આવતાં આખરે હારી થાકેલા ગ્રામજનો દ્વારા આ સમગ્ર બાબતની જાણ દાહોદ તાલુકા પંચાયત પ્રમુખ તેમજ રળીયાતી ગામના સરપંચને જાણ કરતા પ્રમુખ અને સરપંચ દ્વારા આ બાબતની એક લેખિત અરજી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની કચેરીએ પહોંતી કરી આ શિક્ષક સામે તપાસના આદેશની માંગણી કરી હોવાનું પણ જાણવા મળેલ છે. 

————————————-

error: Content is protected !!