મઝહરઅલી મકરાણી @ દે.બારીયા
દે.બારીયા તા.05
દે.બારીયા તાલુકાના બામરોલી મુવાડા ગામે એક વ્યક્તિએ અગમ્ય કારણોસર પાણી ભરેલા કુવામાં ઝપલાવી આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ત્યારે સાગટાલા પોલીસે મૃતકના શબને પીએમ અર્થે દે. બારીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દે. બારીયાના બામરોલી મુવાડા ગામના વેડ ફળીયાના રહેવાસી રમણભાઈ બીજલભાઈ નાયક નામના યુવકે આજરોજ ગામના કુવામાં અગમ્ય કારણોસર ઝપલાવી દીધું હતું.તે સમયે કુવા પાસે બકરા ચરાવતા એક બાળકે જોઈ લેતા તે બાળકે આ બનાવની જાણ આસપાસના લોકોને કરતા ઘટના સ્થળે લોકોના ટોળાં જામી ગયા હતાં.તે સમયે ગામના આગેવાનોએ ઘટના સંબંધી જાણકારી સાગટાલા પોલિસને કરતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી પીએમ કરવા દે. બારીયા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી ઘટના સંબંધી જરૂરી કાગળિયા કરી આગળની તપાસ હાથ ધરી છે.