Friday, 18/10/2024
Dark Mode

વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનને દેવગઢ બારીઆમાં લાગ્યું ગ્રહણ : કચરાની સાથે મરેલા પશુઓ પણ રોડ નજીક નાખી દેતા ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત

વડાપ્રધાન મોદીના સ્વચ્છ ભારત મિશનને દેવગઢ બારીઆમાં લાગ્યું ગ્રહણ : કચરાની સાથે મરેલા પશુઓ પણ રોડ નજીક નાખી દેતા ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત

દેવગઢ બારીયા પાલિકા દ્વારા નગરનો ડમ્પિંગ કરાતો કચરો રસ્તા ઉપર ખુલ્લામાં નાખી દેવાતા અન્ય રાહદારીઓ સહિત ગ્રામજનો ત્રાહિમામ્, નગર પાલિકા દ્વારા કચરો ડમ્પીંગ કરવાની જગ્યાએ રસ્તા ઉપર નાખતા રાહદારીઓ સહિત ગ્રામજનો ત્રાહિમામ, મરણ થયેલા જાનવર પણ રસ્તા ઉપર નાખતા રોગચાળાની ભીતિ.

દે.બારીઆ તા.05

દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારમાં સફાઈ કર્યા પછી તેનો કચરો ઉચવાણ ગામના રસ્તા ઉપર ડમ્પીંગ કરવામાં આવે છે તે કચરો હાલમાં રસ્તાની આસપાસ નાખવામાં આવતા ગ્રામજનો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે
તંત્ર દ્વારા વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે.

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા નગર પાલિકા દ્વારા નગરમાં સફાઇ કર્યા પછી ગંદકી હોય તે ગંદકી નો નિકાલ કરવા માટે ડમ્પિંગ સ્ટેશન ઉચવાણ ગામના રસ્તા ઉપર બનાવવામાં આવેલ છે. હાલમાં આ રસ્તા ઉપરથી પસાર થતા મોતીપુરા,ઉચવાણ,ચેનપૂર જેવા ગામના લોકો અહી થી અવરજવર કરતા હોઇ છે. જેમાં કેટલાક લોકો ચાલતાં તો કેટલાક વાહનના માધ્યમ થી નગરમાં આવે છે તો કેટલાક નગરજનો એલ.પી.જી ગેસ ગોડાઉન ઉપર ગેસના બોટલ લેવા પણ આજ રોડ ઉપરથી જાય છે. ત્યારે પાલિકાના સફાઈ કર્મી ઓ દ્વારા નગરમાં સફાઈ કરી જે કચરો ડમ્પીંગ સ્ટેશનમાં નાખવામાં આવે છે. સાથે કોઈક જાનવરનું મરણ થાય તો તેનો પણ નિકાલ આ ડમ્પીંગ સ્ટેશનમાં કરવામાં આવે છે ત્યારે સફાઈ કર્મીઓ દ્વારા પોતાની મનસ્વી પ્રમાણે આ ઘન કચરાનો નિકાલ કરવામાં આવે છે સાથે સાથે નગરમા ભૂંડ,કૂતરા સહિત અનેક જાનવરના મૃત્યુ થાય છે તે મરણ ગયેલા જાનવર નો નિકાલ ડમ્પીંગ સ્ટેશનમાં કરવાનો હોય છે. છતાં આ તંત્ર દ્વારા ઉચવાણ ગામના રસ્તાની બાજુમાં મરેલા જાનવર નાખી દેતા તેની દુર્ગંધ એટલી હદ સુધી આવે છે કે અહી રસ્તા ઉપર થી પસારથી થવું મુશ્કેલ બનવા પામ્યું છે. ત્યારે પાલિકાના સતાધીશો ઓફિસમાં બેઠા બેઠા ઓર્ડર કરે છે. પણ જો તેઓ સ્થળ ઉપર જઈ તપાસ હાથ ધરવામાં આવે તો અહીંથી પસાર થતા લોકો ને કેટલી હાલાકી ભોગવવી પડે તેની સાચી હકીકત તેમજ પાલિકાના કર્મી ઓની પોલ બહાર આવે તેમ છે. ત્યાર ઉચાવણ ગામના આ રસ્તા ઉપરથી વહેલી તકે ગંદકી દૂર કરવામાં આવે તેવી ગ્રામજનો ની માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!