Thursday, 21/11/2024
Dark Mode

સુખસરના મોટાનટવા ગામમાં શિક્ષકના ઘરેથી વિદેશી દારૂ પકડાયાનો મામલો:શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

સુખસરના મોટાનટવા ગામમાં શિક્ષકના ઘરેથી વિદેશી દારૂ પકડાયાનો મામલો:શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ

મોટાનટવા માં વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરાઇ.

પોલીસે બુટલેગર શિક્ષકના બે દિવસના રિમાન્ડ મેળવ્યા.

શિક્ષણ વિભાગે 48 કલાક કસ્ટડીનો રિપોર્ટ મંગાવ્યો.

પ્રતિનિધિ દ્વારા સુખસર.

ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામે સુખસર પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને બુટલેગર શિક્ષક ને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા જેમાં 48 કલાક કસ્ટડીમાં રહ્યાની વિગત મેળવી શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

         ફતેપુરા તાલુકાના મોટા નટવા ગામના જાંબુડી ફળિયા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સળિયા ભાઈ બામણીયા ના ઘરેથી સુખસર પોલીસે બે લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો અને બુટલેગર શિક્ષકની ધરપકડ કરી હતી જેમાં આ બુટલેગરને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા તેમજ શિક્ષણ વિભાગ દ્વારા પણ શિક્ષણ ને લાંછન લગાડે તેવો કિસ્સો બહાર આવતાં સંપૂર્ણ માહિતી મેળવી હતી અને ૪૮ કલાક કસ્ટડીનો રિપોર્ટ  પોલીસ પાસે મેળવવાની કાર્યવાહી શરૂ કરાઇ હતી આ શિક્ષકને પોલીસ કસ્ટડીમાં લેવાયો અને 48 કલાકનો સમય થઈ ગયો હોવાથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.

બોક્સ

આ બાબતે ફતેપુરા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે જાંબુડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્ય દારૂ સાથે ઝડપાયો હોવાની માહિતી મળી છે જેથી શિક્ષક 48 કલાક કસ્ટડીમાં રહ્યો હોય તેઓ સુખસર પોલીસ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. ધરપકડ થયાને  48 કલાક થઈ ગયા છે જેથી સસ્પેન્ડ માટેની કાર્યવાહી કરાશે.

error: Content is protected !!