Thursday, 21/11/2024
Dark Mode

દે. બારીયા સબજેલમાંથી ભાગેલા 13 કેદીઓનો પગેરું મેળવવામાં પોલીસના હાથ ખાલી

દે. બારીયા સબજેલમાંથી ભાગેલા 13 કેદીઓનો પગેરું મેળવવામાં પોલીસના હાથ ખાલી

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા 

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા સબજેલમાંથી ૧૩ કાચા કામના કેદીઓ ફરાર થયાને કલાકો થવા છતાં પણ હજુ પોલીસની પકડથી દૂર,ખૂખાર કેદીઓથી ક્યાંક કોઈની જીંદગીના હોમાય જેવા અનેક સવાલો, 13 કેદીઓ જેલમાંથી ફરાર થયાએ અનેક શંકા-કુશંકા,નવ કેદી માંથી ત્રણ કેદીઓ દરવાજા ખુલ્લા હોવા છતાં પણ બેરેકમાં રોકાયા તેમની ભૂમિકા શું ?
આ 13 કેદીઓ ક્યારે પકડાશે જેવા અનેક સવાલો.

દે.બારીયા તા.02

દેવગઢબારિયા સબજેલમાંથી એક સાથે ૧૩ જેટલા કાચા કામના ખુખાર કેદીઓ ફરાર થયાને કલાકો થવા છતાં પણ ફરાર કેદીઓ હજી પણ પોલીસ પકડથી દૂર હોવાનું દેખાઈ રહ્યું છે.હાલ તો પોલીસ  હવામાં બચકા ભરતી હોય તેમ જોવાઈ રહ્યું છે. ત્યારે જેલમાંથી ફરાર કેદીઓ ક્યારે પકડાશે તેવા અનેક સવાલોએ લોકોમાં ચર્ચા જગાવી છે

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા સબજેલમાંથી તારીખ ૧લી મેના રોજ ૧૩ જેટલા ખુખાર કેદીઓ રૂમ તેમજ બેરેકના તાળા તોડી ફરાર થઈ ગયા હતા.ત્યારે સબજેલમાં લોકડાઉન થતા છેલ્લા કેટલાય સમયથી કેદીઓને મુલાકાત પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આ મુલાકાતના હોવા છતાં પણ કેદીઓ દ્વારા રૂમ તેમજ બેરેકના તાળા તોડી ફરાર થયા હોવાનું સ્થાનિક પોલીસ દ્વારા કહેવાય રહ્યું છે. ત્યારે બેરેક તેમજ રૂમના દરવાજા પર લાગેલ તાળા સુધી આ ફરાર કેદીઓ ના હાથ ક્યાંથી? અને કેવી રીતે પહોંચ્યા? અને આ તાળા કેવી રીતના અને કઈ વસ્તુનો ઉપયોગ કરી તાળા તોડવામાં આવ્યા? તેવા કેટલાય પાસાઓમાં  હજી સુધી પોલીસને કોઈ પગેરું મળ્યું નથી. ત્યારે આ જેલમાં બહારથી કોઇકે આવી તાળા  તોડ્યા? કે પછી પોલીસના કોઈ માણસે આ તાળા ખોલી આપ્યા જેવા પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે આ કેદીઓને ભગાડવા માટે પૂર્વયોજીત કાવતરુ રચાયું હોય તેમ આ કેદીઓના ફરાર થવા ઉપરથી જોવાઇ રહ્યું છે. ત્યારે આ કેદીઓ ફરાર થતાની સાથે જ રેન્જ આઇ.જીથી લઈ અનેક ઉચ્ચ અધિકારીઓ આ જેલની મુલાકાતે દોડી આવ્યા છે. ત્યારે ૨૪ કલાકથી વધુ સમય થવા છતાં પણ હજી સુધી એક પણ ફરાર કેદી ઝડપાયો નથી. ત્યારે ક્યાંક આ ખૂંખાર કેદીઓ કોઈક નિર્દોષનો બદલાની ભાવના થી ભોગ ના લે તે પહેલા પકડી સકસે ખરી તે જોવાનું રહ્યું.

error: Content is protected !!