Sunday, 08/09/2024
Dark Mode

દે. બારીયાના પીપલોદમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,સ્થાનિક પોલિસ ઉંઘતી ઝડપાઇ,એલસીબીએ દરોડો પાડી હજારો રૂપિયાના દારૂના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો

દે. બારીયાના પીપલોદમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો,સ્થાનિક પોલિસ ઉંઘતી ઝડપાઇ,એલસીબીએ દરોડો પાડી હજારો રૂપિયાના દારૂના જથ્થા સાથે એક ને ઝડપી પાડ્યો

 મઝહર અલી મકરાણી @ દે.બારીયા

દેવગઢ બારીયાના પીપલોદ પંથકમાં વિદેશી દારૂ પકડવામાં સ્થાનિક પોલીસ નિષ્ફળ કે પછી આંખ આડા કાન,એલ.સી.બી પોલીસે દારૂ કટીંગના સમયે જ રેડ કરતા બુટલેગરોમાં નાસભાગ.સ્થાનિક પોલીસ ઉઘતી રહી એલ.સી.બી પોલીસે રેડ પાડી વિદેશી દારૂ ઝડપી પાડયો.હોળીનો તહેવાર આવતા જ પિપલોદ પંથકમાં બિલાડીની ટોપની જેમ બુટલેગરો ફુટી નીકળ્યા.
સ્થાનિક પોલીસના મેળાપણાથી બૂટલેગરો બેફામ બન્યા હોય તેમ.સ્થાનિક પોલીસ બુટલેગરને ત્યાંથી વિદેશીદારૂ આજદિન સુધી ઝડપી શકી નથી.

દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ વિસ્તારમાં હોળી પર્વએ વિદેશી દારૂની રેલમછેલ હોય તેમ બૂટલેગરો ખુલ્લેઆમ વિદેશી દારૂનું કટિંગ કરી રહ્યા હોવાની બાતમીને લઈ એલ.સી.બી પોલીસે રેડ કરતા ૬૮,૦૪૦/- નો મુદ્દામાલ ઝડપી પાડી એક ને ઝડપી પાડ્યો અને બે બુટલેગરો ફરાર વિરુદ્ધ ગુનો નોંધ્યો.

દેવગઢબારિયા તાલુકાના પિપલોદ પંથકમાં હોળીના પર્વને લઇ હાઇવે નજીકના ગામોમાં વિદેશી દારૂની હાટડીઓ સમાન બિલાડીની ટોપની જેમ બુટલેગરો ફૂટી નીકળ્યા હોય તેમ ઠેર ઠેર મોટા પાયે વિદેશી દારૂ વેચાય રહ્યો છે. તેમજ આ વિસ્તાર એવામાં દારૂનું કટિંગ પણ થઇ રહ્યો હોવાનું જોવાઈ રહ્યું હોય તેમ આ વિસ્તારમાં આજ દિન સુધી સ્થાનિક પોલીસ દ્વારા સ્થાનિક બુટલેગર તેમજ કટિંગ કરતા બૂટલેગરોને ઝડપી પાડવામાં નિષ્ફળ નીવડી છે. ત્યારે આ વિસ્તારમાં બૂટલેગરો બેફામ બન્યા હોય તેમ આ વિસ્તારમાં બહારની પોલીસ આવી રેડ કરે છે. અને સ્થાનિક પોલીસ જાણે ઉંઘતી ઝડપાઇ હોય તેમ ગત રોજ રાતના દાહોદ જિલ્લા એલ.સી.બી પોલીસને ખાનગી માહિતી મળેલ કે અસાયડી ગામના ત્રણ બુટલેગર ગામના ભૂત ફળિયામાં દારૂનો મોટાપાયે કટિંગ કરી રહ્યા છે. જે બાતમીને આધારે એલ.સી.બી પોલીસે રાત્રીના બે વાગ્યાના સુમારે રેડ કરતા પોલીસને જોઈ બુટલેગરમાં નાસભાગ મચી ગઇ હતી. અને કલ્પેશ રમેશભાઈ પટેલ રહે.અસાયડી ભૂત ફળિયાનો પોલીસના હાથે ઝડપાઇ ગયેલા જ્યારે સુરેશભાઈ ઉર્ફે (બલિયો) રત્ના પટેલ તેમજ ભારત ઉર્ફે ભૂત સાયલાભાઈ નાયક જે અંધારાનો લાભ લઇ નાસી છૂટયા હતા. ત્યારે પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની પેટી નંગ ૧૩, બોટલ નંગ ૬૨૪ (૧.૮૦એમ.એલ)કિંમત રૂ.૫૩૦૪૦/- તેમજ એક મોટરસાયકલ રૂપિયા ૧૫૦૦૦/- મળી કુલ મુદ્દામાલ ૬૮૦૪૦/- ઝડપી પાડી દેવગઢબારિયા પોલીસ મથક ત્રણેય વિરુદ્ધ એલ.સી.બી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે આ વિસ્તારમાં સ્થાનિક પોલીસ આજ દિન સુધી બૂટલેગરોને પકડવામાં નિષ્ફળ નિવડયુ હોય તેમ જોવા રહ્યું છે. ત્યારે એલ.સી.બી પોલીસની રેડ થી એલ સ્થાનિક પોલીસ દોડતી થઇ હોય તેમ દેખાઈ રહ્યું છે. તો શું આ વિસ્તારમાં સ્થાનિક પોલીસના મેળા પર નથી બુટલેગરો દ્વારા વિદેશી દારૂનો વેપલો થઈ રહ્યો હોવાનું દેખાઈ આવે છે. ત્યારે હોળીના પર્વને લઈ પોલીસ બુટલેગર સામે લાલ આંખ કરી છે કે કેમ તે જોવાનું રહ્યું ?

error: Content is protected !!