સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે વોર્ડ નંબર 9 માં વિના મુલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરાયું

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૧૦

દાહોદ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ વકરી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ રસીકરણની કામગીરી પણ પુરજાેશમાં શરૂ કરી દેવામાં આવી છે. આજરોજ દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર ૦૯માં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ અને દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે વિના મુલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ શહેરના સંત કૃપા સંત્સંગ હોલ, મનકામેશ્વર મંદિરની પાછળ પડાવ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કેમ્પમાં આ વોર્ડ સહિત આસપાસના લોકો દ્વારા કોરોના રસીકરણ કેમ્પમાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

———————————–

Share This Article