Thursday, 31/10/2024
Dark Mode

દાહોદ જિલ્લાના ગરબાડા-સીંગવડ-ઝાલોદમાં પોલિસે માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે માસ્ક વિતરણ કરાયું

દાહોદ જિલ્લાના ગરબાડા-સીંગવડ-ઝાલોદમાં પોલિસે માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે માસ્ક વિતરણ કરાયું
 દક્ષેસ શાહ :- ઝાલોદ/કલ્પેશ શાહ :- સીંગવડ/વનરાજ ભુરીયા :- ગરબાડા 

 દાહોદ જિલ્લાના ઝાલોદ વિસ્તારમાં માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને ઝાલોદ પીએસઆઇ સુરેશ એન બારીયા સહિત સ્ટાફ દ્વારા દંડ કરવાના બદલે માસ્ક આપવામાં આવ્યાં અને લોકોને ફરજિયાત માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી

ઝાલોદ તા.25

દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના સામે લોકજાગૃતિ લાવવાના હેતુસર દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.અને કોરોના એપ્રીપીએટ બિહેવીયર બાબતે લોકોને સજાગ કરવામાં આવી રહ્યા છે . કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે.ત્યારે ઝાલોદ નગર સહિત પંથકમાં કોરોનાની ગંભીરતા ભૂલી તેની અવગણના કરી માસ્ક પહેર્યા વગર બેફામ ફરતા લોકોને જાગૃત કરવા માટે આજરોજ ઝાલોદ પીએસઆઇ સુરેશ એન બારીયા સહિત પોલીસ સ્ટાફના જવાનો દ્વારા ઝાલોદ નગર સહિત ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને માસ્ક પહેર્યા વગર ફરતા લોકોને તેમજ માસ્ક પહેર્યા વગર વેપાર ધંધો કરતાં વેપારીઓને દંડ કરવાના બદલે માસ્ક આપી ફરજિયાત પણે માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

દાહોદ જિલ્લાના ગરબાડા-સીંગવડ-ઝાલોદમાં પોલિસે માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે માસ્ક વિતરણ કરાયું

સીંગવડ તા.26

રણધીકપુર પોલીસ દ્વારા ગામમાં માસ્ક પહેર્યા વગર આવતા લોકોને માસ્ક નુ વિતરણ કરવામાં આવ્યું

દાહોદ જિલ્લામાં કોરોનાનો કેસો એકદમ વધતાની સાથે જિલ્લા કલેકટર શ્રી તથા જિલ્લા પોલીસ વડા શ્રી ની સુચના મુજબ રણધીકપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પટેલ દ્વારા તથા રણધીકપુર પોલીસ સ્ટાફને સાથે રાખી ને સીંગવડ બજારમાં તથા આજુબાજુના વિસ્તારોમાં માસ્ક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં માસ્ક વગર ફરતા લોકોને ૧૦૦૦નો દંડ નહીં કરીને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું તથા રંધીપુર પોલીસ વાહન દ્વારા ગામમાં ફરીને માસ્ક પહેર્યા વગર ધંધો કરતાં વેપારીઓ કે અન્ય લોકો દેખાશે તો તેમને એક હજારનો દંડ કરવામાં આવશે તેવી સૂચના પણ આપવામાં આવી હતી આ રીતે રંધીપુર પોલીસ દ્વારા જે પણ લોકો માસ્ક પહેર્યા વગર આવ્યા હતા તેમને માસ્ક આપીને કાયમ પહેરવા જણાવ્યું હતું તથા સોશિયલ ડીસ્ટન જાળવવા જણાવવામાં આવ્યું હતું જ્યારે રંધીપુર પોલીસ દ્વારા માસ્ક આપીને લોકોને સુરક્ષિત રહેવા જણાવ્યું હતું.

દાહોદ જિલ્લાના ગરબાડા-સીંગવડ-ઝાલોદમાં પોલિસે માસ્ક વગર ફરતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાના બદલે માસ્ક વિતરણ કરાયું ગરબાડા પંથકમાં વગર ફરતા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવા ના બદલે માસ્ક વિતરણ કરાયાં

કોરોના કેસ વધી રહ્યા છે.ત્યારે આજરોજ ગરબાડા તાલુકા પોલીસ તેમજ ગરબાડાના પી.એસ.આઇ પી.કે જાદવ દ્વારા ગરબાડા નગર મા માસ્ક ન પેહરનાર લોકો ને પહોંચ આપી દંડવાને બદલે લોકોને માસ્ક આપી સમજણ આપી કોરોના સામે જંગ જીતવા અને ગરબાડા ના નાગરિકોને માસ્ક પહેરીને જ ઘરેથી બહાર નીકળે તેવી અપીલ કરી.તો ગરબાડા ના લોકો એ પણ પી.એસ.આઇ પી.કે.જાદવ ના નવા અંદાજ ને આવકારી બિરદાવ્યા હતા

error: Content is protected !!