દે.બારિયા તાલુકાના કાલીયાગોટા ગામે વાસનામાં કામાંધ બનેલા નરાધમે પરણિત મહિલાની આબરૂ લૂંટી: પોલીસ તપાસમાં જોતરાઇ 

Editor Dahod Live
1 Min Read

 રાહુલ મહેતા :- દે. બારીયા 

 દેવગઢ બારિયા તાલુકાના કાલીયાગોટા ગામે વાસનામાં કામાંધ બનેલા નરાધમે પરણિત મહિલાની આબરૂ લૂંટી: પોલીસ તપાસમાં જોતરાઇ

દાહોદ તા.૨૪

 દેવગઢ બારીઆ તાલુકાના કાલીયાગોટા ગામે રહેતી એક પરણિતાને એક ઈસમ દ્વારા પરણિતાની એકલતાનો લાભ લઈ તેના ઘરમાં ઘુસી જઈ પરણિતાને પકડી પાડી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

 કાલીયાગોટા ગામે મેડી ફળિયામાં રહેતો બળવંતભાઈ કલાભાઈ ઉર્ફે કલુભાઈ બારીયાએ ગત તા.૧૧મી માર્ચના રોજ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક ૨૬ વર્ષીય પરણિતાના ઘરે જઈ તેણીનો એકલતાનો લાભ લઈ ઘરમાં ઘુસી ગયો હતો. પરણિતાને પકડી પાડી તેણીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજારતાં આ સંબંધે પરણિતાએ દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બળવંતભાઈના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

———————————-

Share This Article