ઝાલોદ તાલુકાના માંડલા ગામના એક મકાનમાંથી પોલીસે દરોડો પાડી ગૌમાંસ નો જથ્થો ઝડપી પાડ્યો:બે વ્યક્તિઓ ફરાર: પોલીસ તપાસમાં જોતરાઇ 

Editor Dahod Live
1 Min Read

 નીલ ડોડીયાર :- દાહોદ 

ઝાલોદ તાલુકાના માંડલા ગામના એક મકાનમાંથી પોલીસે દરોડો પાડી ગૌમાંસ નો જથ્થો ઝડપી પાડ્યો:બે વ્યક્તિઓ ફરાર: પોલીસ તપાસમાં જોતરાઇ

દાહોદ તા.૨૪

 ઝાલોદ તાલુકાના માંડલી ગામે એક મકાનમાં પોલીસે ઝાપો મારી રૂા.૪૭,૫૦૦નો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડી ફરાર બે વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 ઝાલોદ તાલુકાના કોળીવાડ ગામે રહેતો સિકંન્દર ઈલીયાસ મોઢીયા દ્વારા માંડલી ગામે એક મકાન માલિકને ત્યાં આ બંન્ને જણાએ પોતાના આર્થિક લાભ મેળવવા માટે ગૌવંશનું કતલ કરતાં હોવાની ઝાલોદ પોલીસને બાતમી મળતાં પોલીસે આ સ્થળ પર મકાનમાં ઓચિંતો છાપો માર્યાે હતો. આ દરમ્યાન પોલીસને જાેઈ મકાન માલિક અને સિકન્દર બંન્ને નાસી ગયાં હતાં. પોલીસે સ્થળ પરથી ૯૫૦ કિલોગ્રામ ગૌમાસ કિંમત રૂા.૪૭,૫૦૦નો જથ્થો તેમજ કુહાડી,છરો વિગેરે કબજે લઈ ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ઝાલોદ પોલીસે પશુ અધિનિયમ કલમ મુજબ ગુનો નોંધી અટકાયતી પગલાંની કામગીરી હાથ ધરી છે.

————————————-

Share This Article