ફતેપુરા તાલુકાના મોટાનટવા ગામનો રહેવાસી બદામ ભીમા કિશોરી ગેરકાયદેસર હથિયાર બનાવી વેચાણ કરતો હોવાની માહિતી દાહોદ એલસીબીને મળી હતી.જેમાં મંગળવારના રોજ પોલીસ મહાનિદેશક એમએસ ભરાડા અને જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસરના માર્ગદર્શન હેઠળ દાહોદ એલસીબી પી.આઇ.બી.ડી શાહના સૂચનાથી પી.એસ.આઈ પી.એમ મકવાણા તથા હિરેન્દ્રસિંહ સોલંકી સહિત સ્ટાફ દ્વારા સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં વોચ ગોઠવી હતી.અને બાતમીના આધારે એક આરોપીની ધરપકડ કરી હતી આરોપી બદામ કિશોરી હોવાનું જાણવા મળ્યું હતું તેમજ તેની પાસેથી દેશી બનાવટની માઉઝર પિસ્તોલ પણ મળી આવી હતી.જેથી પોલીસે મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી .