દાહોદ જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરિક્ષાનું કોવિડ-૧૯ની ગાઈડ લાઈનના પાલન સાથે GPSC ની પરીક્ષા યોજાઈ

Editor Dahod Live
1 Min Read

દાહોદ તા.૨૧

દાહોદ જિલ્લામાં આજરોજ જી.પી.એસ.સી.ની પરીક્ષા યોજાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ પરિક્ષાનું કોવિડ – ૧૯ની ગાઈડ લાઈન પ્રમાણે પરીક્ષા આપવામાં આવી હતી.

દાહોદમાં ૨૧ જેટલા પરીક્ષા કેન્દ્રો ઉપર આજ સવારથી જ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા પહોંચી ગયાં હતાં. સવારથી જ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લામાં પણ વધતાં કોરોના સંક્રણના કારણે કોરોના ગાઈડ લાઈનનું પણ પરીક્ષામાં ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. જાણવા મળ્યા અનુસાર, દાહોદ અને આસપાસના લગભગ ૫૯૬૮ વિદ્યાર્થીઓ આ જી.પી.એસ.સી.ની પરીક્ષા આપી હતી. હાલમાં જ જ્યારે કોરોના મહામારી ઓફ લાઈન પરીક્ષા લેવામાં આવી રહી છે ત્યારે તમામ જે કોરોના ગાઈડ લાઈનના નિયમો છે તેના અનુસંધાન આ જી.પી.એસ.સી.ની પરિક્ષા આપવામાં આવી હતી.

——————————-

Share This Article