રેલવે તંત્ર દ્વારા વધુ મળતી માહિતી પ્રમાણે બાંદ્રાથી અમૃતસર જતી ટ્રેન નંબર 02925 પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના સમયમાં આગામી 22 માર્ચથી ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેન આગામી 22 તારીખથી બાંદ્રા બપોરના 11.30 વાગ્યે ઉપડીને વડોદરા 17.30 વાગે તેમજ દાહોદ 19.50 વાગે આવશે. તેમજ 22.20 વાગે રતલામ ખાતે પહોંચશે. જોકે આ ટ્રેનના સમયમાં ફેરફારની સાથે અંધેરી ખાતે સ્ટોપેજ રદ્દ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.