ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મનીષાબેન અર્જુનભાઇ ગણાવાની તેમજ ઉપપ્રમુખ તરીકે જીવલીબેન માજુભાઈ ભાભોર ની બિનહરીફ વરણી કરાઈ

Editor Dahod Live
1 Min Read

 વનરાજ ભુરીયા :- ગરબાડા

ગરબાડા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી ૧૭/૦૩/૨૦૨૧ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે ગરબાડા તાલુકા પંચાયત ખાતે યોજાયેલ હતી.જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ- ઉપપ્રમુખ તરીકેની બે મહિલાઓની વરણી કરવામાં આવી

ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ગરબાડા -૨ સીટ ઉપર ભાજપના વિજેતા તા.સભ્ય મનીષાબેન અર્જુનભાઇ ગણાવાની બિનહરીફ વરણી કરવામાં આવી છે.જ્યારે ઉપપ્રમુખ તરીકે નઢેલાવ-૨ સીટ ઉપર ભાજપના વિજેતા સભ્ય જીવલિબેન માજુભાઇ ભાભોરની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે,ગરબાડા તાલુકા પંચાયતમાં છેલ્લી ટર્મમાં કોંગ્રેસના કબ્જે હતી.આ વખતે તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસને પછાડીને ભાજપે સત્તા કબ્જે કરી છે.

ગરબાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મનીષાબેન અર્જુનભાઇ ગણાવાની તેમજ ઉપપ્રમુખ તરીકે જીવલીબેન માજુભાઈ ભાભોર ની બિનહરીફ વરણી કરવામાં આવતા તાલુકા પંચાયતમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.

Share This Article