Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ જિલ્લાના આરટીઓ એક્શન મોડમાં….  આરટીઓ વિભાગે જુદી-જુદી જગ્યાએ નાકાબંધી દરમિયાન 11 વાહનો ડિટેઇન કરાયાં: ચાર લાખ રૂપિયાના દંડની વસૂલાત કરાઈ, વાહન ચાલકોમાં ફેલાયો ફફડાટ

દાહોદ જિલ્લાના આરટીઓ એક્શન મોડમાં….  આરટીઓ વિભાગે જુદી-જુદી જગ્યાએ નાકાબંધી દરમિયાન 11 વાહનો ડિટેઇન કરાયાં: ચાર લાખ રૂપિયાના દંડની વસૂલાત કરાઈ, વાહન ચાલકોમાં ફેલાયો ફફડાટ
જીગ્નેશ બારીયા :- દાહોદ 
  • દાહોદ જિલ્લાના આરટીઓ એક્શન મોડમાં….
  •  આરટીઓ વિભાગે જુદી-જુદી જગ્યાએ નાકાબંધી કરી
  •  ચેકિંગ દરમિયાન ઓવરલોડ તેમજ ટેકસ ભર્યા વગર દોડતા 11 વાહનો ડિટેઇન કરાયાં
  •  આરટીઓ વિભાગે ચાર લાખ ઉપરાંતના દંડની વસૂલાત કરી
  •  વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો 
દાહોદ, તા.૧૧

દાહોદ જિલ્લા આરટીઓ વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી જુદા જુદા સ્થળોએ નાકાબંધી કરી વાહનો ચકાસણી કરતા ઓવરલોડ અને ટેક્સ વગર દોડતા અગ્યાર જેટલા વાહનો ડીટેઈન કરી રૂપિયા ચાર લાખ વસુલાત કરતા આવા વાહન ચાલકોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા કેટલાક સમય અગાઉ રાજ્યથી કેટલીક ચેક પોસ્ટ બંધ કરી દેવામાં આવી છે જેના કારણે ઓવર લોડ કે ટેક્સભર્યા વગર દોડતા વાહન ચાલકોને મોકળુ મેદાન મળી રહ્યું છે તેટલુ જ નહી સરકારની આવકમાં પણ અસર થવા પામી છે ત્યારે રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરના આદેશ અનુસાર દાહોદ જિલ્લા આરટીઓ વી કે પરમારના માર્ગદર્શન હેઠળ જીલ્લામા અલગ અલગ સ્થાનોએ જુદી જુદી ટીમો બનાવી ટેક્સ વગર તેમજ ઓવરલોડ માલ ભરી દોડતા વાહનોનું ચેકીંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમા આરટીઓ આર એચ પટેલ તથા એન એસ પટેલ દ્વારા જેસાવાડા-ગરબાડા રોડ, ડી કે પ્રજાપતિ તથા કે વી હાડા એ લીમખેડા રોડ, કે વી અયર, ઝાલોદ રોડ, ચાકલીયા રોડ ખાતે તેમજ વી આર લાલાણી આર બી ચાવડા, કુંદન હાડા ધાનપુર – દે.બારીયા રોડ ઉપર વાહનોથી મઠામણ હાથ ધરવામાં આવતા અગ્યાર જેટલા વાહનો ઓવર લોડ, ટેક્સ ન ભરેલા ડીટેઈન કરી ચાર લાખ રૂપિયા દંડ તથા ટેક્સ વસુલ કરવામાં આવતા આવા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

error: Content is protected !!