Thursday, 21/11/2024
Dark Mode

દે.બારીયા: ચૂંટણીની અદાવતે અપક્ષ ઉમેદવારના ચાર સમર્થકોએ વૃધ્ધા સહિત બે જણાને બચકા ભરી મારઝૂડ કરી

દે.બારીયા: ચૂંટણીની અદાવતે  અપક્ષ ઉમેદવારના ચાર સમર્થકોએ વૃધ્ધા સહિત બે જણાને બચકા ભરી મારઝૂડ કરી

રાહુલ મહેતા :-  દેવગઢ બારીયા 

દાહોદ, તા.૪

 અપક્ષ ઉમેદવારને વોટ ન આપવાના મામલે દે.બારીયા તાલુકાના ઉધાવળા ગામે બોલેરો ગાડીમાં આવેલા અપક્ષ ઉમેદવારના ચાર સમર્થકોએ વૃધ્ધા સહિત બે જણાને બચકા ભરી તથા ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી.

 પ્રાપ્ત વિગત અનુાસર મતગણતરીના મધરાતના દશેક વાગ્યાના સુમારે ઉધાવળા ગામના મોટા ફળીયામાં રહેતા દશરથભાઈ રયલાભાઈ પટેલ, અર્જુન રયલાભાઈ પટેલ, ભોપતભાઈ કનુભાઈ પટેલ તથા હીતેશ બળવંતભાઈ પટેલ એમ ચારે જણા જીજે ૧૭ એન પર૯ નંબરની બોલેરો ગાડીમાં બેસી તેમના ફળીયામાં રહેતા સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલના ઘરે આવી મોટોભાઈ અપક્ષમા ઉમેદવારી કરેલ હતી તો તમોએ મારા ભાઈને વોટ કેમ આપેલ નથી અને બીજાને વોટ આપ્યો છે તેથી મારો ભાઈ ચુંટણી હારી ગયો છે.તેમ કહી ગાળો બોલી સંજયભાઈને દશરથભાઈ પટેલે જમણા હાથના અંગુઠાની બાજુમાં બચકુ ભરી લોહીલુહાણ કરી તથા અન્ય ત્રણ જણાએ ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી. આ વખતે સંજયભાઈને છોડાવવા સુરેશભાઈ તથા તેના ઘરના વચ્ચે પડતા દશરથભાઈ પટેલે સુરેશભાઈની મા રેશમબેનને ડાબા હાથની પહેલી આંગળી ઉપર બચકુ ભરી આંગળી કાપી અલગ કરી નાખી ગંભીર ઈજાઓ કરી તથા બાકી ત્રણ જણાએ રેશમબેનને ગડદાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાવની ધાકધમકીઓ આપી હતી.

 આ સંબધે ઉધાવળા ગામના ઈજાગ્રસ્ત સુરેશભાઈ રાયસીંગભાઈ પટેલે નોંધાવેલ ફરીયાદના આધારે પોલીસે ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!