લીમખેડા તાલુકાના પીપળાપાણી સગીરાએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ કરી આત્મહત્યા:પોલિસ તપાસમાં જોતરાઈ

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

લીમખેડા તાલુકાના પીપળાપાણી સગીરાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

દાહોદ, તા.૪

લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામે માતા ફળીયાની ૧૭ વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જાેતરી સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ આયખું ટુંકાવ્યાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના પીપળાપાણી ગામે માતા ફળીયામાં રહેતી ૧૬ વર્ષ ૧૦ માસની ઉંમરની કુમુદબેન દીતાભાઈ વળવી નામી સગીરાએ ગતરોજ સવારે ઘરના દરવાજા બંધ કરી કોઈ અગમ્ય કારણોસર ઘરની જાેતરી સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ આયખું ટુકાવી લીધું હતુ.

આ સંબંધે લીમખેડા પોલિસે અકસ્માતે મોતના ગુનાના કાગળો કરી આગળ વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article