દાહોદ નાગરપાલિકાના ચૂંટણીમાં પરિણામોની શરૂઆત થવા પામી છે. જેમાં ત્રણ બેઠકો પર ભાજપ તેમજ એક બેઠક પર કોંગ્રેસ વિજેતા જાહેર કરાઈ છે. વધુ મળતી માહિતી પ્રમાણે દાહોદ નગર પાલિકાના વોર્ડ નંબર 1 માં લખન રાજગોરને 3371 મત મળતા તેઓ સૌથી વધારે મતોથી વિજેતા જાહેર થયાં છે. જયારે સુજાન કિશોરીને 2117 તેમજ માસુમાંબેન ગરબાડાવાળાને 1723 મત મળ્યા છે. જયારે કોંગ્રેસના તસ્નીમ ખોજેમાંબેન નલાવાળાને 1893 મત મળતા તેઓ વિજેતા જાહેર થયાં છે.
તાલુકા જિલ્લા પંચાયત અપડેટ
ઝાલોદ તા.પં : બાજરવાડા બેઠક ઉપર કોંગ્રેસ વિજેતા સવિતાબેન હઠીલા
ગરબાડા તાલુકા ની અભલોડ બેઠક ભાજપના ઉમેદવાર સુરતાબેન ભાભોર વિજેતા
ચમારીયા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ ૪૧ મતથી આગળ •
દેવગઢ બારીઆ તાલુકા પંચાયત સીટ આમલી પાણી છોતરા ભાજપની જીત