Friday, 22/11/2024
Dark Mode

દે.બારીયામાં બસમાં ચઢતી વેળાએ મહિલાએ અઢી લાખ રૂપિયા ગુમાવ્યા:બેન્કમાંથી પૈસા કાઢી બસમાં ચઢતી વેળાએ ગઠિયાઓએ કસબ અજમાવી રોકડ રકમની તફડંચી કરી:મહિલાની ફરિયાદના આધારે પોલિસ તપાસમાં જોતરાઈ 

દે.બારીયામાં બસમાં ચઢતી વેળાએ મહિલાએ અઢી લાખ રૂપિયા ગુમાવ્યા:બેન્કમાંથી પૈસા કાઢી બસમાં ચઢતી વેળાએ ગઠિયાઓએ કસબ અજમાવી રોકડ રકમની તફડંચી કરી:મહિલાની ફરિયાદના આધારે પોલિસ તપાસમાં જોતરાઈ 

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દે. બારીયામાં બસમાં ચઢતી વેળાએ મહિલાએ અઢી લાખ રૂપિયા ગુમાવ્યા
  • બેન્કમાંથી પૈસા કાઢી બસમાં ચઢતી વેળાએ ગઠિયાઓએ કસબ અજમાવી રોકડ રકમની તફડંચી કરી
  • મહિલાની ફરિયાદના આધારે પોલિસ તપાસમાં જોતરાઈ 

દાહોદ તા.૨૧

દેવગઢ બારીઆ નગરમાં એક મહિલા દ્વારા રૂા.૨,૪૦,૦૦૦ની રોકડ રકમ બેન્કમાંથી ઉપાડી બસ સ્ટેશનમાં ગયા બાદ બસમાં બેસતાં તે સમયે કોઈ અજાણ્યો ચોર ઈસમ દ્વારા આ રોકડા રૂપીયા ભરેલ બેગમાંથી આ રોકડા રૂપીયાની ચોરી કરી લઈ નાસી જતાં પંથક સહિત બસ સ્ટેશન વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

પંચમહાલ જિલ્લાના ગોધરા નગરમાં બામરોલી રોડ ખાતે દિવ નગર સોસાયટીમાં રહેતા ૩૭ વર્ષીય કૈલાશબેન જેન્તીભાઈ પટેલ ગત તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ દેવગઢ બારીઆ નગરમાં આવેલ એસ.બી.આઈ.બેન્કમાં ગયા હતા. બેન્કમાંથી કૈલાશબેને રૂા.૨,૪૦,૦૦૦નો ઉપાડ કર્યાે હતો અને આ રોકડા રૂપીયા કાળા કલરની બેગમાં ભરી ભરી દેવગઢ બારીઆ બસ સ્ટેશને આવ્યાં હતાં જ્યા બસમાં બેઠા હતા અને કૈલાશબેનની નજર ચુકવી કોઈ અજાણ્યા ચોર ઈસમોએ આ બેગની ચેઈન ખોલી રોકડા રૂા.૨,૪૦,૦૦૦ ચોરી કરી લઈ નાસી જતાં કૈલાશબેન એકક્ષણે સ્તબ્ધ બની ગયા હતાં અને બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં પરંતુ ચોર ઈસમ નજરે ન પડતાં આખરે કૈલાશબેન નજીકના પોલીસ સ્ટેશને જઈ કાયદેસરની ફરિયાદ નોંધાવતાં પોલીસે નજીકના સીસીટીવી કેમેરા સહિતના ઉપકરણોની મદદથી ચોર ઈસમને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યાં છે.

———————–

error: Content is protected !!