ફતેપુરાના વલુંડા ગામનો અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પોલિસે ઝડપી પાડી જેલભેગો કર્યો

Editor Dahod Live
1 Min Read
શબ્બીર સુનેલવાલ/વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકાના વલુંડા ગામનો અપહરણનો ગુનો નાસતા ફરતા આરોપીને ફતેપુરા પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે,આરોપી છેલ્લા દોઢ વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હતો:ખાનગી બાતમીના આધારે અપહરણનો વોન્ટેડ આરોપીને પકડી પડવામાં પોલીસને મળેલી સફળતા

ફતેપુરા તા.20

ફતેપુરા તાલુકાના વલુંડા ગામનો રહેવાસી અને છેલ્લા દોઢ વર્ષથી અપહરણનાના કેસમાં નાસતો ફરતો આરોપીને ફતેપુરા પોલીસે પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધેલ છે

ફતેપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર ગોધરા રેન્જ ડી.આઈ.જી .એમ એસ ભરડા દાહોદ જિલ્લાના ડી.એસ.પી. હિતેશભાઈ જોયસર ડી.વાય.એસ.પી. ઝાલોદ બી. વી. જાદવ તેમજ c.p.i . ઝાલોદ એમ.જી. ડામોર ના સુચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા ડ્રાઇવ આયોજન કરેલ હોય ફતેપુરા પી.એસ.આઇ સી.બી. બરંડા પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી બાતમીદાર થી બાતમી મળી હતી કે અપહરણ વોન્ટેડ આરોપી જેન્તીભાઈ દલસુખ ભાઈ બરજોડ રહેવાસી વલુંડા તાલુકો ફતેપુરા નો ભોગ બનનાર સાથે મજૂરી કામ થી પરત ભોગ બનનારની સાથે ઘરે આવવા નીકળ્યો હોય જે બાતમીના આધારે આરોપીના ઘર નજીક પોલીસે વોચ રાખેલ તે દરમિયાન આરોપી અને ભોગ બનનાર મળી આવત અપહરણનો આરોપી જયંતિ બરજોડ ને દબોચી પકડી પાડી આરોપી ને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં પોલીસને સફળતા મળી આવેલ હતી

Share This Article