Tuesday, 01/07/2025
Dark Mode

ઝાલોદ કેળવણી મંડળ દ્વારા ત્રિમૂર્તિ શોપિંગ સેન્ટરનું ધાબુ બારોબાર ફાળવવામાં આવતા વિવાદ:પૂર્વ પ્રમુખ દ્વારા જ પોતાના નામે ધાબુ કરવામાં આવતા,વાડ જ ચીભડાં ગળે તેવી નગરમાં ચર્ચાઓ

ઝાલોદ કેળવણી મંડળ દ્વારા ત્રિમૂર્તિ શોપિંગ સેન્ટરનું ધાબુ બારોબાર ફાળવવામાં આવતા વિવાદ:પૂર્વ પ્રમુખ દ્વારા જ પોતાના નામે ધાબુ કરવામાં આવતા,વાડ જ ચીભડાં ગળે તેવી નગરમાં ચર્ચાઓ

દાહોદ લાઈવ ડેસ્ક….

ઝાલોદ કેળવણી મંડળ દ્વારા ત્રિમૂર્તિ શોપિંગ સેન્ટરનું ધાબુ બારોબાર ફાળવવામાં આવતા વિવાદ:પૂર્વ પ્રમુખ દ્વારા જ પોતાના નામે ધાબુ કરવામાં આવતા,વાડ જ ચીભડાં ગળે તેવી નગર માં ચર્ચા

ઝાલોદ તા.08

 ઝાલોદ કેળવણી મંડળ દ્વારા મંડળની માલિકીના શોપિંગ સેન્ટરનું ધાબુ નિયમો નેવે મૂકી અને ફાળવી દેવામાં આવ્યું હોવાની ચર્ચાઓ એ જોર પકડ્યું છે.જેને લઇને નગરજનોમાં કેળવણી મંડળ ની આવા વહીવટને લઈને છુપો રોષ પણ જોવા મળી રહ્યો છે.

ઝાલોદ નગરની મહત્વની શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન કરનાર ઝાલોદ કેળવણી મંડળ તેના વહીવટથી લઈને શૈક્ષણિક સંસ્થામાં જ ચાલતા રાજકારણને લઈને હંમેશા ચર્ચામાં રહ્યું છે. ઝાલોદ નગર સહિત સમગ્ર પંથકમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે નો શ્રેય ધરાવનાર આ સંસ્થા છેલ્લા કેટલાય સમયથી, શિક્ષણનો વેપાર કરતી સંસ્થા થઈ ગઈ હોવાનું પણ ફી થી માંડીને સંસ્થા ની મિલકતોનો અણધડ વહીવટ થતાં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. ત્યારે સંસ્થા દ્વારા મિલકતનો બારોબાર થયેલો વહીવટનો એક નવીન કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે.

 જેમાં કેળવણી મંડળની મિલકત એવા ત્રિમૂર્તિ શોપિંગ સેન્ટરનો બીજો માળ મંડળ દ્વારા નિયમો ને નેવે મૂકી અને કાયમી ભાડા પેટે આપી દેવામાં આવ્યો છે.કુલ ૩૭ લાખમાં આપવામાં આવેલો આ બીજો માળ આપતા પહેલા કેળવણી મંડળ દ્વારા કોઈ પણ જાહેરાત કે કોઈ પણ જાતનો આશય સ્પષ્ટ કરવામાં આવ્યો નથી. આમ કોઈ પણ નિયમની દરકાર રાખ્યા વિના જ મંડળના સભ્યો તથા કેટલાક હોદ્દેદારોની મિલી ભગતથી બીજો માળ બજાર કિંમતથી ખુબ જ નીચી કીમતે બારોબાર ફાળવી દેવામાં આવ્યો હોવાની બુમ ઉઠી છે. તો મંડળ ના કેટલાક સભ્યો દ્વારા પોતાના હિત માટે મંડળના હિતને બાજુ પર મૂકી અને આવા વહીવટો કરવામાં આવતા હોવાની ચર્ચાઓ ને લીધે છુપો રોષ નગર માં જોવા મળી રહ્યો છે.

દશ વર્ષ અગાઉ પણ વિવાદ અને વ્યક્તિ એક જ હતા.

 દશ વર્ષ પૂર્વે ઝાલોદના કેળવણી મંડળમાં આ જ વિવાદ થયો હતો.ત્યારે ત્રિમૂર્તિ શોપિંગ સેન્ટરનો પહેલો માળ મંડળના જ પ્રમુખને આપી દેવામાં આવ્યો હતો.અને ત્યારે પણ ભારે વિવાદ થયો હતો. ત્યારે દશ વર્ષ બાદ એ જ વ્યક્તિને નિયમો નેવે મૂકી અને બીજો માળ બજાર કીમત કરતા નજીવી કીમતે ફાળવી દેવામાં આવતા ફરીથી એ જ વિવાદ આવી ને ઉભો છે. ત્યારે નગરજનોના આટલા વિરોધ છતાં થઈ રહેલ આવા વહીવટ સામે આ વખતે કોઈ પગલાં લેવાશે કે કેમ? તે જોવાનું રહ્યું.

કારોબારી સભ્યોને અંધારામાં રાખી અને સોદો થયો હોવાની બૂમ 

 કારોબારી સભ્યો ને ૩૭ લાખ રૂપિયામાં બીજો માળ આપી દિધો હોવાનું જાણમાં હતું. ત્યારે બીજો માળ ૨૫ લાખ અને ત્રીજો માળ ૧૨ લાખ એમ બે માળ ૩૭ લાખ જેટલી રકમમાં ફાળવવામાં આવ્યો હોવાનું હાલ પ્રકાશમાં આવ્યું છે. જેને લઇને નગરમાં ચર્ચાઓએ વિવિધ જોર પકડ્યું.છે.

error: Content is protected !!