દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષીને હથિયારો જમા કરવાની કામગીરીનો આરંભ

Editor Dahod Live
3 Min Read

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૦૮

સ્થાનીક સ્વરાજ્યની વર્ષ ૨૦૨૧ની ચુંટણીને અનુસંધાન દાહોદ જિલ્લા પોલીસે છેલ્લા ૧૫ દિવસથી ચુંટણીલક્ષી સઘન કામગીરી આરંભી છે તેના અનુસંધાન હાલ સુધી ૪૩૦૦ જેટલા હથિયારો જમા કરવામાં આવેલ છે જે હથિયાર બાકી રહેલ છે તે હથિયાર જમા કરાવવાની કામગીરી બે દિવસની અંદર પુરી કરવાનાં આવશે તેમ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેષ જાેયસર દ્વારા જણાવવામાં આવ્યું છે.

વધુમાં પોલીસ વડાએ જણાવ્યા અનુસાર, નોન વેલેબલ વોરન્ટની અત્યાર સુધીની જે બજવણી છે ૪૩૩ જેટલા નોન વેલેબલ વોરંટની બજવણી કરી અને સંબંધિત આરોપીઓને સંબંધી કોર્ટમાં રજુ કરવામાં આવ્યાં છે. અકાયતી પગલાની કામગીરીમાં હાલ સુધીમાં ૪૫૦૦ જેટલા અટકાયતી પગલાં જિલ્લાના ૧૭ પોલીસ સ્ટેશનોએ લીધેલા છે જેમાં પાસા અને તડીપારનો પણ સમાવેશ થાય છે. ભુતકાળમાં જે જે વ્યક્તિઓ અને જે જે વિસ્તારમાં ચુંટણીલક્ષી ગુન્હાઓ બનેલ છે તે તમામ કામોની, ફળિયાઓની વિસીટ દાહોદ જિલ્લાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે અને તે તમામ જગ્યાઓ પર સરકારક અટકાયતી પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે. વાહન ચેકીંગ પણ નિયમીત થાય છે. ચુંટણીની પ્રક્રિયા પ્રારંભ થશે ત્યાર બાદ પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ, રૂટ માર્ચ વિગેરેનું પણ આયોજન થશે. બહારથી પણ જે ફોર્સ ફાળવામાં આવશે તે ફોર્સ પણ આ બધી પ્રક્રિયામાં અત્યાર સુધી જાેડાશે. આ સિવાય જે અહીંના જાણીતા ગુન્હેગારો છે જેવા કે, હિસ્ટ્રીશિટર, લિસ્ટેડ બુટલેગર, ગેમ્બલર હોય તે તમામ પર સતત રેડ કરવામાં આવેલ છે. હાલ સુધીમાં દાહોદ જિલ્લામાં પોલીસે લગભગ ૪૦ લાખથી વધુ દારૂનો મુદ્દામાલ સાથે વાહનો કબજે કરેલ છે. આ ઝુંબેશ અસરકાર રીતે ચાલુ રહેશે. સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીઓ કોઈપણ પ્રકારના ભય, લોભ, લાલચ વગર મુક્ત અને ન્યાય રીતે યોજાય અને આ લોકશાહીના પર્વમાં લોકો ભય અને ડરના અહેસાસ વગર ભાગ લે તેના અનુસંધાને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કાયદો અને વ્યવસ્થાની દ્રષ્ટિએ ઉભા થતાં તમામ પ્રશ્નોના બાબતે પોલીસનું વલણ સ્પષ્ટ છે. કોઈપણ વ્યક્તિએ ચુંટણી, આચાર સંહિતા અને કાયદા વિરૂધ્ધનું કામ કરવું નહી અને જાે કોઈ વ્યક્તિ આ વિરૂધ્ધનું કાર્ય કરશે તો પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, ગુન્હા દાખલ કરવામાં આવશે અને ધરપકડ કરી પાસા,તડીપાર સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેમ દાહોદ જિલ્લા પોલીસ વડા હિતેષ જાેયસર દ્વારા જણાવવામાં આવ્યું છે.

——————————-

Share This Article