ગરબાડા તાલુકાના માતવા ગામે છોકરીના નિકાલ બાબતે એક મહિલા સહીત બે વ્યક્તિઓ પર હુમલો:ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

Editor Dahod Live
1 Min Read

વનરાજ ભુરીયા :- ગરબાડા 

ગરબાડા તાલુકાના માતવા ગામે છોકરીનો નિકાલ કેમ કરતા નથી કહી તકરાર કરી એક મહિલા સહિત બે સાથે મારા મારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર વ્યક્તી ઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.

ગરબાડા તાલુકાના માતવા ગામના સા કચરાભાઈ હથીલાનો છોકરો બે મહિના અગાઉ કથોલિયા ગામની રમેશ ઉર્ફે રમણભાઈ પરથીભાઇ રોઝની છોકરીને ભગાડીને લાવ્યો હતો.

જેની અદાવત રાખી યુવતીના પિતા રમેશ ઉર્ફે રમણ રોઝ, પૂજા પરથી રોઝ ,અરવિંદ પૂજા રોઝ તથા મહેશ વશન રોઝ હાથમાં લાકડી લઈ સામલાભાઈ હથીલાના ઘરે આવી યુવકના કાકા વિનોદભાઈ ચેનાભાઈ હઠીલા ને ગમેતેમ ગાળા ગાળી કરી કેહવા લાગ્યા કે અમારી છોકરીને ભગાડી લાવ્યા છો અને તેનો નિકાલ કેમ કરતા નથી.છોકરી પાયલને પોતાની સાથે લઈ જતા વિપુલ ભાઈ હઠીલા તથા માલુડી બેન હઠીલા વચ્ચે પડતા લાકડી મારતા વિનોદભાઈને જમણા હાથે કાડા ની ઉપરના ભાગે ફેક્રચર તેમજ ગડદા પાટું નો માર માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. આ સંદર્ભે હુમલાખોરો વિરુદ્ધ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Share This Article