Thursday, 26/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીને લઈને વહીવટી તંત્ર ચૂંટણી કામગીરીમાં જોડાયું:પ્રિસાઇડિંગ ઓફિસર અને ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ને ચૂંટણી લગતી તાલીમ આપવામાં આવી

ફતેપુરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીને લઈને વહીવટી તંત્ર ચૂંટણી કામગીરીમાં જોડાયું:પ્રિસાઇડિંગ ઓફિસર અને ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ને ચૂંટણી લગતી તાલીમ આપવામાં આવી

  શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

ફતેપુરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચુંટણીને લઈને વહીવટી તંત્ર ચૂંટણી કામગીરીમાં જોડાયું:પ્રિસાઇડિંગ ઓફિસર અને ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને ચૂંટણી લગતી તાલીમ આપવામાં આવી

ફતેપુરા તા.05

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ શ્રી આઈ. કે. દેસાઈ હાઈસ્કૂલમાં પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો માટેની ચુંટણીને લગતી તાલીમ આપવામાં આવેલ હતી. ફતેપુરા તાલુકામાં ફતેપુરા તાલુકા પંચાયતની ૨૮ બેઠકો અને ફતેપુરા તાલુકામાં સમાવેશ 6 જિલ્લા પંચાયત પંચાયતની આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણી ને હેમખેમ પાર પાડવા માટે વહીવટી તંત્ર સજાગ થઇ ચૂંટણીની કામગીરીમાં જોડાઈ ગયેલ છે.આજરોજ શ્રી આઈ.કે.દેસાઈ સ્કૂલમાં 250 પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ 250 આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરો ને ચૂંટણી લગતી કામગીરી માટેની તાલીમ આપવામાં આવી હતી તાલુકાના 197 ચૂંટણી બૂથો પર મતદાન યોજાનાર છે ચૂંટણી કામગીરી તાલીમ લેનાર પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર ઉપરાંત મામલતદાર અને ચૂંટણી અધિકારી પી.એન.પરમાર તાલુકા વિકાસ અધિકારી તેમજ ચૂંટણી અધિકારી પી.એસ.આમલીયાર નાયબ મામલતદાર એન.આર.પારગી નાયબ મામલતદાર ચૂંટણી વિપુલકુમાર ભરવાડ મામલતદાર કચેરીનો સ્ટાફ ગણ તથા તાલુકા પંચાયત કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

error: Content is protected !!