દાહોદથી પસાર થતી 11 ટ્રેનોના સમયમાં થયો ફેરફાર

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા. ૨૮

રતલામ મંડળથી પસાર થનારી 11 મેલ એક્સપ્રેસ ટ્રેનોના સમયમાં પરિવર્તન થયો હોવાનું રેલ્વે વિભાગ દ્વારા જણાવાયું છે અને આ ૧૧ પૈકી કેટલીક ટ્રેનોનું સ્ટોપજ હોવાના કારણે આ ટ્રેનોના આવજ જાવનમાં પણ સમયનો ફેરફાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રતલામ  મંડળના પ્રવક્તા દ્વારા જાણવા મળ્યા અનુસાર, યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી ઈન્દૌર મુંબઈ સેન્ટ્રલ ઈન્દૌર સ્પેશીયલ અવંતિકા એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનલ ઉદયપર બાન્દ્રા ટર્મિનલ સ્પેશીયલ એક્સપ્રેસ, અમદાવાદ પટના અમદાવાદ સ્પેશીયલ એક્સપ્રેસ, બાન્દ્રા લખનઉ જંક્શન બાન્દ્રા ટર્મિનલ સ્પેશીયલ એક્સપ્રે, બાન્દ્રા ટર્મિનલ મુઝ્‌ઝફર બાન્દ્રા ટર્મિનલ સ્પેશીયલ એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનલ ગોરખપુર બાન્દ્રા ટર્મિનલ સ્પેશીયલ એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનલ ગાજીપુર સિટી બાન્દ્રા ટર્મિનલ સ્પેશીયલ એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનલ રામનગર બાન્દ્રા ટર્મિનલ સ્પેશીયલ એક્સપ્રેસ, અમદાવાદ દરભંગા અમદાવાદ સ્પેશીયલ એક્સપ્રેસ, વલસાઢ પુરી વલસાઢ સ્પેશીયલ એક્સપ્રેસ આ ટ્રેનનો આવન, ગમન અને પ્રસ્થાનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સિવાય આ ટ્રેનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી હોવાનું પણ જણાવાયું છે.

Share This Article