Friday, 04/04/2025
Dark Mode

દાહોદમાં GST વિભાગના દરોડા:દાહોદની નામાંકિત 8 મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સર્ચ ઓપરેશનથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

દાહોદમાં GST વિભાગના દરોડા:દાહોદની નામાંકિત 8 મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સર્ચ ઓપરેશનથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

    જીગ્નેશ બારીયા  :- દાહોદ 

દાહોદમાં મિઠાઇ અને ફરસાણના વેપારીઓ પર તવાઈ, મીઠાઈ તેમજ ફરસાણની નામાંકિત  દુકાનો પર GSTના દરોડા, 8 નામાંકિત સ્થળોએ ટીમ ત્રાટકી,નવા વર્ષમાં કરચોરી કડક રીતે ડામવા માટે જી.એસ.ટી વિભાગે કમર કસી, દાહોદમાં ગતરોજ મોડી સાંજથી દાહોદના નામાંકિત મિઠાઇ અને ફરસાણની દુકાનો પર જીએસટીના દરોડાથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો,વડોદરાની વિવિધ ટીમો ત્રાટકી હિસાબીવહી તપાસવાની કામગીરી શરૂ કરી 

દાહોદ તા.19

વર્ષ 2021 માં જીએસટી વિભાગ દ્વારા કરચોરો સામેની કાર્યવાહી સઘન કરી દીધી હતી. દાહોદ શહેરમાં ગતરોજ મોડી સાંજથી નામાંકિત મિઠાઇ અને ફરસાણની દુકાનો પર જી.એસ.ટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જે આજરોજ બપોર સુધી પણ દરોડાની કાર્યવાહી ચાલુ હતી.

દાહોદમાં GST વિભાગના દરોડા:દાહોદની નામાંકિત 8 મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સર્ચ ઓપરેશનથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

દાહોદ શહેરની નામાંકિત મીઠાઈ તેમજ ફરસાણની દુકાનો પર જી.એસ.ટી વિભાગના દરોડાથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો 

કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી કાયદો લાગુ કરાયા બાદ અનેક રીતે ભેજાબાજો દ્વારા ટેક્સ ચોરી કરવા અવનવા રસ્તાઓ અપનાવવામાં આવે છે. તો બીજી બાજુ જી.એસ.ટી વિભાગ દ્વારા કરચોરો પર સતત દેખરેખ રાખવામાં આવતી હોય છે.વર્ષ 2021 માં કરચોરી કડક રીતે ડામવા માટે જી.એસ.ટી વિભાગ દ્વારા સઘન કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગતરોજ મોડી સાંજથી સેન્ટ્રલ જીએસટી, વડોદરાની ટીમ દ્વારા દાહોદના નામાંકિત મિઠાઇ અને ફરસાણવાળાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

દાહોદમાં GST વિભાગના દરોડા:દાહોદની નામાંકિત 8 મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સર્ચ ઓપરેશનથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

 મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં દરોડા દરમિયાન હિસાબવહી તેમજ કોમ્પ્યુટર જનરેટેડ બીલોની ચકાસણી હાથ ધરવામાં આવી 

જી.એસ.ટી વિભાગ વડોદરાની અનેક ટીમો ગત મોડી સાંજથી દુકાનો પર ત્રાટકી હતી.અને હિસાબી વહીઓ અને કોમ્પ્યુટર જનરેટેડ બિલની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 8 જેટલી જગ્યાઓ પર સીજીએસટીની ટીમો ત્રાટકી હતી. દાહોદની પ્રખ્યાત, રતલામી સ્વીટ્સ,શ્રી કૃષ્ણ સ્વીટ્સ, અને અભિષેક નમકીન સહીત મીઠાઈ ફરસાણની 8 દુકાનો પર જી.એસ.ટી ટીમ દ્વારા હિસાબોની ઝીણવટ ભરી તપાસ કરવામાં આવી રહી છે.

દાહોદમાં GST વિભાગના દરોડા:દાહોદની નામાંકિત 8 મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં સર્ચ ઓપરેશનથી વેપારી આલમમાં ફફડાટ ફેલાયો

 જી.એસ.ટી વિભાગને મોટી કરચોરી પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ હોવાની શક્યતા 

દાહોદમાં ગતરોજ સાંજથી ચાલુ કરવામાં આવેલા દરોડા આજરોજ બપોર સુધી ચાલુ રહ્યા હતા. દરમિયાન જી.એસ.ટી વિભાગને  મોટી કરચોરી પકડી પાડવામાં સફળતા મળી હોવાનું શક્યતા સેવાઇ રહી છે. દરોડા બાદ સમગ્ર મામલે વધુ સ્પષ્ટતા થશે તેમ હાલના તબ્બકે લાગી રહ્યું છે.

   ટૂંક સમય પહેલા પણ દાહોદના વેપારીની રૂ . 22.73 કરોડની કરચોરી પકડાઇ હતી. 

ટૂંક સમય પહેલા સેન્ટ્રલ જીએસટી વડોદરા -2 ના સર્ચ દરમિયાન રેલવેના સ્કેપના ટ્રેડિંગ સાથે સંકળાયેલા દાહોદના વેપારીની રૂ . 22.73 કરોડની કરચોરી પકડી પાડી હતી . ઇન્વેસ્ટિગેશન દરમિયાન વેપારી પાસેથી રૂ . 6.73 કરોડ રિકવર કરવામાં આવ્યા હતા . વેપાર દ્વારા અનેક ફર્મને ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ કરવામાં આવતી હતી , પરંતુ તેના પર જી.એસ.ટી ભરપાઈ ન કરીને કરચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું

error: Content is protected !!