કોરોના સામે જંગ…. દાહોદ જિલ્લામાં વેક્સીનેશનના બીજા તબક્કામાં 413 આરોગ્ય કર્મીઓને રસી મુકાઈ

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

કોરોના સામે જંગ…. દાહોદ જિલ્લામાં વેક્સીનેશનના બીજા તબક્કામાં 413 આરોગ્ય કર્મીઓને રસી મુકાઈ, અગાઉ 16 મી જાન્યુઆરીના દિવસે દાહોદ જિલ્લામાં 454 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ (આરોગ્ય કર્મી)ઓને રસી મુકાઈ હતી.

દાહોદ તા.૧૯

૧૬ જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોવિડ વેક્શિનેશન આપવાની કામગીરી સરકાર દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ સાથે દાહોદ જિલ્લાની ઝાયડસ હોસ્પિટલ સહિત બીજા તાલુકાઓમાં પણ સરકારી હોસ્પિટલ સહિત, સી.એચ.સી.સેન્ટરો ખાતે આરોગ્ય સેનાનીઓને પ્રથમ રસીકરણ કરવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે દાહોદ જિલ્લામાં ૪૫૪ આરોગ્ય કર્મચારીઓને રસીકરણ કરવામાં આવ્યું હતું અને આજે ૪૧૩ લોકોને વેક્સિનેશન આપવામાં આવી હતી. આમ, દાહોદ જિલ્લામાં કુલ ૮૬૭ લોકોને કોરોના વેક્સિન આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવી છે.

આજે તારીખ ૧૯મી જાન્યુઆરીના રોજ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સાંજના ૪ વાગ્યા સુધી ૧૦૨ લોકોને કોરોના વેક્સિનેશન આપવામાં આવી હતી તો ગરબાડામાં ૧૦૪, લીમખેડામાં ૧૦૫ અને ધાનપુરમાં ૧૦૨ મળી કુલ આજના દિવસમાં ૪૧૩ લોકોને કોરોના વેક્સિનેશન

આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવી હતી. આ સાથે દાહોદમાં કુલ ૮૬૭ લોકોએ કોરોના વેક્સિનેશન લીધી હતી. આમ, કોરોના વેક્સિનેશન આપ્યા બાદ તમામ લોકોને આરોગ્ય તંત્રની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવી રહ્યા છે.

Share This Article