Thursday, 21/11/2024
Dark Mode

સર્વે સન્તું નિરામયા, દાહોદમાં કોરોના સામે વેક્સિનેશનનો પ્રારંભ:ઝાયડસ હોસ્પિટલથી વેક્સીનેશનનો આરંભ કરાવતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

સર્વે સન્તું નિરામયા, દાહોદમાં કોરોના સામે વેક્સિનેશનનો પ્રારંભ:ઝાયડસ હોસ્પિટલથી વેક્સીનેશનનો આરંભ કરાવતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

 દાહોદ લાઈવ….

સર્વે સન્તું નિરામયા, દાહોદમાં કોરોના સામે વેક્સિનેશનનો પ્રારંભ કરાવતા ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા,દેવગઢબારીયા ખાતેથી રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને ઝાલોદ ખાતેથી સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોરે રસીકરણનો કરાવ્યો પ્રારંભ,વેક્સિનેશનના પ્રથમ તબક્કામાં ૮૦૦૦ આરોગ્યકર્મીઓને રસીકરણ માટે વહીવટી તંત્રનું સુચારૂ આયોજન

દાહોદ, તા. ૧૬ :

કોરોના મહામારીના અંતનો આરંભ આખરે થઇ ચુક્યો છે. ગૃહ રાજયમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ આજના ઐતિહાસિક દિવસે દાહોદના ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પીટલ ખાતેથી કોરોના વેક્સિનેશનનો પ્રારંભ દાહોદમાં કરાવ્યો છે. દાહોદના ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ ડો. મોહિત દેસાઇએ સૌપ્રથમ વેક્સિન લીધી હતી. જિલ્લામાં સૌપ્રથમ વેક્સિન લેનારા ડો. મોહિત દેસાઇને પ્રમાણપત્ર અને બેઇઝ આપીને રાજયમંત્રી શ્રી જાડેજાએ સન્માનયા હતા.
આ ઐતિહાસિક અવસરે રાજયમંત્રી શ્રી જાડેજાએ જણાવ્યું કે, કોરોના મહામારીના અંતનો આ આરંભ છે. આજનો દિવસ એ રીતે પણ ગૌરવવંતો છે કે આપણા દેશમાં જ બનાવવામાં આવેલી કોરોના વેક્સિનથી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોના મહામારી સામે છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી લડાઇમાં તબીબી, સફાઇકર્મીઓ, પોલીસકર્મીઓ સહિતના કોરોના વોરિર્યસનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેમના યોગદાનને કદી ભૂલી શકાશે નહી.
તેમણે જણાવ્યું કે, કોરોના મહામારી સામેની આ લડાઇ મેં ખૂબ નજદીકથી જોઇ છે. મહામારીના કસોટીના સમયમાં પણ નાગરિકોનો સયંમ અને ધીરજ પ્રશંસનીય રહ્યા. કોરોના વેક્સિન આપણને આ કપરા સમયના અંધકારમાંથી ઉજાસ તરફ લઇ જશે એ સપષ્ટ છે. આ અસાધારણ પડકારના સમય બાદ ટૂંક સમયમાં વેક્સિન થકી સંજોગો સામાન્ય થઇ જશે અને જનજીવન પૂર્વવત થશે. દેશ પ્રગતિના માર્ગ પર ફરીથી અગ્રેસર થશે.
આ પ્રસંગે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ પણ પ્રાંસગિક પ્રવચન કર્યું હતું.
દાહોદ જિલ્લામાં પ્રથમ તબક્કાના રસીકરણમાં ૮૦૦૦ ફ્રન્ટલાઇન કોરોના વોરિર્યસને રસી આપવામાં આવશે. દાહોદમાં જુદા જુદા ચાર સેશન સેન્ટર ખાતેથી ૪૦૦ જણાને રસી આપવામાં આવશે. એટલે કે એક સેશન સેન્ટર ખાતેથી ૧૦૦ આરોગ્યકર્મીઓને રસી અપાશે. જિલ્લામાં ૪ વેક્સિનેશન સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે. જેમાં દાહોદ, લીમખેડા, ફતેપુરા અને દેવગઢ બારીયા ખાતેથી આજ રોજ રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સર્વે સન્તું નિરામયા, દાહોદમાં કોરોના સામે વેક્સિનેશનનો પ્રારંભ:ઝાયડસ હોસ્પિટલથી વેક્સીનેશનનો આરંભ કરાવતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાતસ્વીર :- મઝહર અલી મકરાણી

દે.બારીયા ખાતેના રસીકરણ સેન્ટરથી રાજયમંત્રી શ્રી બચુભાઇ ખાબડે રસીકરણનો આરંભ કરાવ્યો હતો.

સર્વે સન્તું નિરામયા, દાહોદમાં કોરોના સામે વેક્સિનેશનનો પ્રારંભ:ઝાયડસ હોસ્પિટલથી વેક્સીનેશનનો આરંભ કરાવતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

 દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ 

દાહોદ જિલ્લાના ઝાલોદ શહેરમાં આજરોજ  કોરોના રસીકરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો

ઝાલોદ શહેરમાં સબ ડીસ્ટીકટ હોસ્પિટલ ખાતે કોવિડ- 19 રસીકરણનું શુભારંભ  કાર્યક્રમમાં ઉપસ્થીત એવાં દાહોદ સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, લીમખેડાનાં ધારાસભ્ય શૈલેષ ભાભોર ના વરદહસ્તે રાખવામાં આવેલ હતો. જેમાં સૌ પ્રથમ ઝાલોદના ડૉક્ટરોને રસી આપવામાં આવી હતી.તેમાં ડોક્ટર‌‌. મધુસૂદન ચૌહાણ, ડૉ સોનલ દેસાઈ, ડૉ સેજલ દેસાઈ, ડૉ કેયુર પંચાલ, તેમજ ઝાલોદ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. ડી. કે.પાન્ડે સાહેબ તેમજ ડોક્ટરો દ્વારા રસીકરણ નો લાભ લીધેલ છે અને ઝાલોદ તાલુકાના કુલ 100 કોરોના વોરીયસૅ સરકારી અને ખાનગી આરોગ્ય કર્મચારીઓ અને ખાનગી તબીબીને રસીકરણ કરવાનું આયોજન કરવામાં આવેલ હતો.

સર્વે સન્તું નિરામયા, દાહોદમાં કોરોના સામે વેક્સિનેશનનો પ્રારંભ:ઝાયડસ હોસ્પિટલથી વેક્સીનેશનનો આરંભ કરાવતા ગૃહ રાજયમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાશબ્બીર સુનેલવાલ, વિનોદ પ્રજાપતિ :- ફતેપુરા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરાવવા આવ્યો,સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના રસીકરણ ઉદ્ઘાટન કરતા  વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ કટારા
પ્રથમ કોરોના રસી મુકાવતા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક તરીકે ડો. રીતેશભાઈ રાઠવા

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આજ રોજથી શરૂ થયેલ કોરોના રસીકરણનું દીપ પ્રગટાવી ઉદઘાટન ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારા એ કરેલું હતું આ પ્રસંગે મામલતદાર પી. એન. પરમાર તાલુકા હેલ્થ ઓફિસર ડો.હાંડા જિલ્લા લેપૉસીક અધિકારી ડો. અજય કુમાર જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડામોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ના અધિક્ષક ડો. રીતેશભાઈ રાઠવા ફતેપુરા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબો તેમજ આરોગ્ય સ્ટાફ હાજર રહેલ હતો આજ રોજથી શરૂ થયેલ કોરોના રસીકરણનો પ્રારંભ ને લઈને ઉપસ્થિત મહાનુભવો પ્રસંગને અનુરૂપ ઉદબોધન કરેલ હતું તેમજ 100 જેટલા આરોગ્ય કર્મચારીઓ ને રસી આપવામાં આવશે કોરોના રસી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા અધિક્ષક ડો. રીતેશભાઈ રાઠવા ને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આપવામાં આવેલું હતું તાલુકાના પ્રથમ કોરાણા રસીકરણ મેળવનાર ડો.રાઠવા નું બહુમાન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતું

 

error: Content is protected !!