Thursday, 26/12/2024
Dark Mode

કોરોના સામે જંગ.. ફતેપુરામાં આવતીકાલથી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે

કોરોના સામે જંગ.. ફતેપુરામાં આવતીકાલથી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

 કોરોના સામે જંગ.. ફતેપુરામાં આવતીકાલથી કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે:ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારાના વરદ હસ્તે રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે

 ફતેપુરા તા.15

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આવતી કાલે તારીખ 16.01.2021 ને શનિવારના રોજથી કોરોના રસીકરણનો પ્રારંભ થનાર છે.કોરોના રસીકરણ સૌપ્રથમ આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવશે જેની શરૂઆત ફતેપુરાના ધારાસભ્ય રમેશભાઈ કટારાના વરદ હસ્તે કોરાના રસીકરણનો પ્રારંભ કરવામાં આવશે.શનિવારના રોજ સવારના 10:30 કલાકે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણનો પ્રારંભ થશે.જેમાં 100 જેટલા આરોગ્ય કર્મચારીઓને પ્રથમ રસી આપવામાં આવશે

error: Content is protected !!