ઉત્તરાયણને હવે ગણતરીના એક – બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જાણે ઉત્તરાયણ પર્વને પણ કોરોના ગ્રહણ લાગી રહ્યું છે તેમ પ્રતિત થઈ રહ્યું છે. હાલ દાહોદના પતંગ બજારોમાં દર વર્ષની માફક ભીડ જાેવા મળતી નથી. પતંગ, દોરાના વ્યાપરમાં પણ મંદી જાેવા મળી રહી છે. લગભગ ઉત્તરાયણના એક દિવસ પહેલા એટલે કે, ૧૩ જાન્યુઆરીના રોજ કદાચ બજારમાં પતંગ,દોરીની ખરીદી જાેવા મળી શકે તેમ લાગી રહ્યું છે.