GVK EMRI દ્વારા અતિ આધુનિક ઈમરજન્સી સેંટર દ્વારા અભયમ હેલ્પલાઇનનું સંચાલન થઈ રહેલ છે.ગુજરાતની પીડિત કે મુશ્કેલીમાં મુકાયેલ મહિલાઓને તાત્કાલિક મદદ, માર્ગદર્શન અને બચાવ કરી રહેલ છે.જેથી મહિલાઓ આજે પોતાની એક હમદર્દ સાચી સહેલી તરીકે પોતાની આપવીતી જણાવી મદદ મેળવી રહી છે. જેને દિન પ્રતિદિન મહિલાઓ મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહી છે.જેમાં ઘરેલુ હિંસા હોય, કામના સ્થળે જાતીય સતામણી હોય, સોશ્યિલ મીડિયાના
માધ્યમ દ્વારા હેરાનગતિ કે છેડતી કે રેપ કેસ હોય હમેશા 24 કલાક ખડેપગે અભયમની સેવાઓ અવિરત ચાલુ જ હોય છે.સામાન્ય સમયમાં ઘરેલુ હિંસાના કોલ 24 થી 26 ટકા જેટલાં રહેતા હતા.જે કોવીડ 19ના સમયગાળા દરમિયાન 42 થી 44.ટકા જેટલું પ્રમાણ રહેવા પામેલ હતું.લોકડાઉનના સમયમાં પણ ઈમરજન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24 કલાક પોતાના જાનના
જોખમ સાથે કોવીડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલા ને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરેલ છે.આ સેવાઓ પહોંચાડનાર અભયમ ટીમ ખરેખર મહિલા સશક્તિકરણનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે.અને કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખમાં સહયોગી બની હિંમત સાથે જીવન જીવવાનો અને મુશ્કેલી નો સામનો કરી કુટુંબ ભાવના સાથે રહેવા પ્રેરિત કરવામાં આવેલ છે.