દાહોદ જિલ્લાના દાહોદ તેમજ ઝાલોદ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવા,ખિલખિલાટ સેવા,૧૯૬૨ સેવા,૧૮૧ ના કર્મચારીઓ દ્વારા નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં ૧૦૮ના અધિકારી શ્રી પ્રોગ્રામ મેનેજર માનવીર ડાંગર દ્વારા વર્ષ ૨૦૨૦ માં કોરોના મહામારીમાં 108 ના કર્મચારીઓએ કરેલ કામગીરીની સરાહના કરવામાં આવી હતી. તથા નવું વર્ષ બધા માટે લાભદાયક,આરોગ્યમય અને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે તેવી શુભકામના પાઠવી હતી.સાથે સાથે નવા વર્ષમાં બધા કર્મચારીઓએ
ફરજનિષ્ઠા,પ્રમાણિકતા,નિ:સ્વાર્થ ભાવે પીડિતોની સેવા કરવાના સોનેરી સંકલ્પ લીધા હતા.આ પ્રસંગે ૧૦૮ સેવા ના EME મનોજ વિશ્વકર્મા ,EME જેમિલ શેખ હાજર રહ્યા હતાં..