ફતેપુરા તાલુકા પંચાયત બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર (અ. મ. ઈ.)ની જગ્યા છેલ્લા દસ દિવસથી ખાલી:અરજદારો અટવાયા

Editor Dahod Live
1 Min Read

 શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા

ફતેપુરા તાલુકા પંચાયત બાંધકામ શાખાના અધિક મદદનીશ ઈજનેર (અ. મ. ઈ.)ની જગ્યા છેલ્લા દસ દિવસથી ખાલી,ફતેપુરા અ. મ. ઈ. ની બદલી ગરબાડા તાલુકામાં થતા હજી સુધી બીજા અ. મ. ઈ .મુકવામાં આવેલ નથી,અરજદારોને ખાવા પડતા ધક્કાઓ

ફતેપુરા તા.31

    ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં આવેલ તાલુકા પંચાયત માં છેલ્લા દસ દિવસથી બાંધકામ શાખાના મદદનીશ ઇજનેરની ની જગ્યા ખાલી હોવાથી કામકાજ અર્થે આવતા લાભાર્થીઓને વિલા મોઢે પરત ફરવું પડે છે ફતેપુરા તાલુકા પંચાયતમાં બાંધકામ શાખા માં મદદનીશ ઇજનેર તરીકે ફરજ બજાવતા ચૌધરી ની ગરબાડા તાલુકા પંચાયતમાં બદલી થતાં તેઓ છૂટા થઈને ગરબાડા તાલુકા પંચાયતમાં હાજર થઈ જતા તેઓને ખાલી પડેલ જગ્યા પર આજ દિન સુધી બીજા કોઈ કર્મચારીની નિમણૂક નહીં કરવામાં આવતા છેલ્લા દસ દિવસથી આ જગ્યા ખાલી રહેતા તાલુકા પંચાયતમાં કામકાજ અર્થે આવતા લાભાર્થીઓને કામકાજ કર્યા વગર વીલા મોઢે પરત ફરવાનો વારો આવે છે તો ખાલી પડેલ આ જગ્યા પર કર્મચારીની નિમણૂક થાય તેવી આ વિસ્તારના પ્રજા લાભાર્થીઓ ના હિતમાં થાય તેઓ પ્રજા ઈચ્છી રહેલ છે

Share This Article