દાહોદ બીઆરસીની પ્રતિનિયુક્તિ રદ મામલો: અરજદાર સહિત પરિવારને ભ્રમિત કરી લખાણ લેવાયું હોવાની રજૂઆત

Editor Dahod Live
2 Min Read

 હિતેશ કલાલ :- સુખસર 

દાહોદ બીઆરસીની પ્રતિનિયુક્તિ રદ મામલો: અરજદાર સહિત પરિવારને ભ્રમિત કરી લખાણ લેવાયું હોવાની રજૂઆત,ચાર જણા એ ઘરે આવી પરિવારને ભ્રમિત કરી મારી પાસે સહી કરાવી: સી.આર.સી જેકોટ,ઘટના બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ.

 સુખસર તા.24

દાહોદ બી.આર.સી ગિરીશ લબાના વિરુદ્ધ રજૂઆત બાદ પ્રતિ નિયુક્તિ રદ કરી કટવાળાની પ્રાથમિક શાળામાં હાજર થવા હુકમ કરાયો હતો જેમાં રજૂઆત કરનાર સી.આર.સી ના ઘરે જઈ પરિવારજનોને ભ્રમિત કરી અરજદાર પાસે સહી કરાવી હોવાની જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજૂઆત કરાતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

          દાહોદ બી.આર.સી ગિરીશ લબાના દ્વારા પણ જતું વર્તન કરાતું હોવાની જેકોટ ના સી.આર.સી રવજીભાઈ દ્વારા રજૂઆત કરાઇ હતી જેમાં ૨૫ નવેમ્બરે નિવેદનો લેવાયા હતા ત્યારબાદ કસૂરવાર થતાં બીઆરસી ની પ્રતિ નિયુક્તિ રદ કરી કતવારા ની શાળામાં હુકમ કરાયો હતો જ્યારે 22 ડિસેમ્બરના રોજ ગીરીશભાઈ લબાના, તખતસિંહ પરમાર, હરેન્દ્રસિંહ હાડા, તથા અન્ય એક વ્યક્તિ મળી ચાર જણા અરજદાર રવજી ભાઈ ના ઘરે જઈ પરિવારજનોને ભ્રમિત કરી રવજી ભાઈ પાસે સહી કરાવી લખાણ કર્યું હોવાનું રવજીભાઈ એ જ 23 ડિસેમ્બર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજૂઆત કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં પરિવારજનોને ભ્રમિત કરી મારી પાસે ખોટું લખાણ કરાવી સહી કરાવી છે તેવું નિવેદન ધ્યાને લેવું નહીં અને અગાઉની રજૂઆત ધ્યાને લેવી તેવી રજૂઆત કરી હતી.

સી.આર.સી ના ઘરે જઈ ધમકી આપી ભ્રમિત કરી સહી કરી હોવાની રજૂઆત મળી છે :- ચેતનભાઇ શાહ(ઓ.એસ.જિલ્લા શિક્ષણ કચેરી દાહોદ)

સી.આર.સી ના ઘરે જઈ ધમકી આપી ભ્રમિત કરી સહી કરી હોવાની રજૂઆત મળી છે.પરંતુ બીઆરસી ની પ્રતિનિયુક્તિ રદ કરી દેવાઈ છે.અને કતવારા ની પ્રાથમિક શાળામાં ઓર્ડર પણ કરી દેવાયો છે.

બે વ્યક્તિઓએ મારી જોડે બળજબરીથી લખાણ કરાવ્યું :- રવજીભાઈ (સી.આર.સી જેકોટ)

બીઆરસી વિરુદ્ધ મેં રજૂઆત કરી હતી. ૨૨ ડિસેમ્બરે ગિરીશ લબાના તખતસિંહ પરમાર હરેન્દ્રસિંહ હાડા અને અન્ય એક વ્યક્તિ મારા ઘરે આવી પરિવારજનોને ભ્રમિત કર્યા હતા.અને મારી પાસે લખાણ કરાવી સહી કરાવી હતી જે બાબતે મેં કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે.

Share This Article