સમગ્ર વિશ્વમાં કોરોનાંની મહા મારી ચાલી રહી છે. ત્યારે લોક ડાઉન દરમિયાન ગુજરાત ગૌરવદિન નિમિતે દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની ઓન લાઈન નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાંથી અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમાં દેવગઢ બારીયા તાલુકાની ભુવાલ ક્લસ્ટરની ખેડા ફળિયા સિંગોર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી બારીયા મિતેશકુમાર રાજેશભાઈએ નિબંધ લેખન સ્પર્ધામાં શૈલેષ કુમાર સોલંકીના માર્ગદર્શન હેઠળ આ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. જેને દાહોદ ડાઈટ તરફ થી સિનિયર લેક્ચરર રોઝલીન સુવેરાના વરદ હસ્તે રૂ.૧૫,૦૦૦/- નો પુરસ્કાર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને શાળાના આચાર્ય અને શાળા પરિવાર તરફ થી ખુબ ખુબ શુભેચ્છાઓ અને અભિનદન પાઠવમાં આવ્યા હતા.