Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કૌભાંડ:વગર ટેન્ડરે પાલિકાની એક શાખામાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પોતાના મળતિયાઓને ફાળવી દેવાઇ:તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ

દાહોદ નગરપાલિકાના ચીફ ઓફિસરનું કૌભાંડ:વગર ટેન્ડરે પાલિકાની એક શાખામાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પોતાના મળતિયાઓને ફાળવી દેવાઇ:તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં રજૂઆત કરાઈ

  દાહોદ લાઈવ….

દાહોદ તા.03

દાહોદ નગર પાલિકાની ટર્મ ગત મહિનામાં પુરી થઇ જવા પામી છે.ત્યારે કોરોના મહામારીને ધ્યાને લઇ ચૂંટણીપંચ દ્વારા પાલિકાની ચૂંટણી મુલ્તવી રાખી છે. ત્યારે આગામી ત્રણથી ચાર મહિના દરમિયાન દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાવવાની છે.જોકે પાલિકાની ટર્મ પૂર્ણ થાય ત્યાં સુધી પાલિકામાં વહીવટદાર નીમવાની તજવીજ હાલ ચાલી રહી છે.આ બધા પ્રવર્તમાન સંજોગોની વચ્ચે દાહોદ નગરપાલિકાના તત્કાલિન ચીફ ઓફિસરે પોતાના મળતીયા જોડે સાઠગાઢ કરી એક શાખાની અધધ…કરોડો રૂપિયાની ગ્રાન્ટ કોઈપણ જાતના ટેન્ડર પ્રક્રિયા કર્યા વગર બારોબાર સગેવગે કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાતો સપાટી પર આવતા પાલિકા સહીત સમગ્ર દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામી છે. જોકે આ મામલે દાહોદના કેટલાક જાગૃત નાગરિકો દ્વારા ઉચ્ચસ્તરીય તપાસ માટે લેખિતમાં રજૂઆતો તેમજ માહિતી માંગી હોવાનું ઘસ્ફોટક થતાં પાલિકાતંત્રમાં ભૂકંપ આવી જવા પામ્યો છે. ત્યારે પાલિકાતંત્રમાં આ મામલે છૂપો ગણગણાટ પણ સાંભળવા મળી રહ્યો છે.

ઉગતા સૂર્યના પ્રવેશદાર તેમજ રાજસ્થાન-મધ્ય પ્રદેશની ત્રિભેટે આવેલા આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા મહત્વાકાંશી જિલ્લામાં સામેલ કર્યો છે. તેમજ હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદને અમીદ્રષ્ટિ તેમજ દાહોદ પ્રત્યે વિશેષ લાગણીને ધ્યાને લઇ કેન્દ્ર સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સ્માર્ટ સિટીમાં સમગ્ર દેશમાંથી એક માત્ર દાહોદ શહેરને સામેલ કર્યો છે.અને સમાર્ટસીટી અંતર્ગત દાહોદ શહેરને સુંદર અને મોડેલ ટાઉન બનાવવા માટે કરોડો રૂપિયાની લ્હાણી પણ કરી છે.ત્યારે રાજ્યની રૂપાણી સરકારે પણ વડાપ્રધાન મોદીના લાગણી તેમજ અમી દ્રષ્ટિને ધ્યાને લઇ વિવિધ યોજનાઓ અંતર્ગત દાહોદ નગરપાલિકા અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. સરકારની મહત્વકાંક્ષી સ્માર્ટ સીટી પરિયોજના અંતર્ગત હાલ દાહોદ શહેરમાં રસ્તા, પાણીની પાઇપલાઈન,સીવેજ પાઇપ લાઈન,ભૂગર્ભ ગટર યોજના, ગેસ પાઇપ લાઈન સહિતના કેટલાક પ્રોજેક્ટ ઉપર દાહોદ શહેરમાં વિકાસ કાર્યોં પુરજોશમાં ચાલી રહ્યા છે. તે એક સારી બાબત છે.પરંતુ આ બધા પ્રોજેક્ટની વચ્ચે દાહોદ નગર પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસરે પોતાના કેટલાક મળતીયાઓ જોડે સાંઢગાઢ કરી એક શાખાની અધધ… કહી શકાય તેવી કરોડો રૂપિયાની ગ્રાન્ટ બીજી શાખામાં કોઈપણ જાતના ટેન્ડરિંગ કર્યા વગર એક જ ટેન્ડર ધારકને ફાળવી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આદરી સરકારી તિજોરીને ચૂનો ચોપડયા હોવાની વિસ્ફોટક માહિતી સપાટી પર આવતા નગરપાલિકા તંત્ર સહિત દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ચીફ ઓફિસર દ્વારા ટેન્ડરિંગ કર્યા વિના કરોડો રૂપિયાની ગ્રાન્ટો બારોબાર ફાળવી દીધી હોવાની વાતો પાલિકા તંત્રના અંગત કર્મચારીઓ અથવા કોઈક અન્ય સ્ત્રોત દ્વારા દાહોદના કેટલાક જાગૃત નાગરિક સુધી પહોંચતા જાગૃત નાગરિકોએ આ મામલે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય તે માટે ઉચ્ચસ્તરીય તપાસ કરવા માટે લેખિત રજૂઆતો તેમજ માહિતી માગી લેતા પાલિકા તંત્ર સહિત શાસક પક્ષમાં સોપો પડી ગયો છે.ત્યારે આ મામલે આગામી સમયમાં જાગૃત નાગરિકો દ્વારા કરેલ રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં પાલિકામાં થયેલ વ્યવહારોની સચિવ કક્ષાની તપાસ આવવાના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે પાલિકામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાની વિસ્ફોટક માહિતી લીક થતા નગરપાલિકાના સુધરાઈ સભ્યોમાં પણ છૂપો ગણગણાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આવનારા સમયમાં પાલિકા તંત્રમાં આ મામલે કેવો માહોલ જામે છે તે જોવું રહ્યું.ત્યારે આ મામલે આગામી સમયમાં સમાચાર માધ્યમોમાં પણ ચીફ ઓફિસર દ્વારા દાહોદ નગર પાલિકામાં કરેલ ગોલમાલ અંગે વિસ્ફોટક માહિતી સાથે  આગામી સમયમાં  બહાર પડશે તેમાં કોઈ બેમત નથી

error: Content is protected !!