ધાનપુરના પીપેરોમાં રોડ બનાવવાના વાહનોમાં લાગેલી આગના દ્રશ્યો
જયારે આગનો બીજો બનાવ દે. બારીયાના ધાનપુર તાલુકાના પીપેરો ગામે સાંજના સુમારે બનવા પામ્યો હતો. જેમાં પીપેરો ગામના રાજશ્રી ટ્રેડર્સ ખાતે રોડ નવીન રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે ડામર રોડ બનાવવા વાળા વાહનોમાં આકસ્મિક આગ લાગી જતા કોઈક કઈ સમજે તે પહેલા વાહનો આગની લપટોમાં લપેટાઇ ગયા હતા. ત્યારબાદ આ બનાવની જાણ ધાનપુર તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી બળવંતભાઈ ખાબડને થતાં તેઓ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી મોટરો તેમજ ટેન્કરો વડે પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાખી હતી. આ બનાવમાં પણ વાહનો આગની લપટોમાં ભસ્મીભૂત થઈ ગયા હતા. જોકે સદભાગ્યે કોઈ જાનહાની થવા પામી નહોતી.