દાહોદ તાલુકાના છાપરી ગામે “ઈન્ડિયન ઓઈલ કોર્પાેરેશન લીમીટેડ”ની પાઈપ લાઈનમાં ત્રણ જેટલા ઈસમોએ ગાબડું પાડી સાડા સાત લાખ ઉપરાંતના ૧૨ હજાર લીટરનો જંગી ડીઝલનો જથ્થો ચોરી લઇ જતા ખળભળાટ,પોલિસ ફરિયાદ નોંધાઈ

Editor Dahod Live
1 Min Read

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૨૬

દાહોદ તાલુકાના છાપરી ગામે આવેલ ઈન્ડિયન ઓઈલ કોર્પાેરેશન લીમીટેડની પાઈપ લાનમાં ત્રણ જેટલા ઈસમોએ આ પાઈપ લાઈનમાં કાણું પાડી આ પાઈપ લાઈનમાંથી આશરે ૧૨ હજાર લીટરનો જંગી ડીઝલના જથ્થાની કુલ રૂા.૭,૫૦,૦૦૦ની ચોરી કરી હોવાનું બહાર આવતાં આ ઓઈલ કોર્પાેરેશનમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંબંધે આ કોર્પાેરેશનના જવાબદાર કર્મચારીએ આ ઓઈલની ચોરી કરનાર ત્રણ ઈસમો વિરૂધ્ધ નામજાેગ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસનો દૌર આરંભ કર્યાે છે.

સુરેશભાઈ હીરાભાઈ બામણીયા (રહે.નળવાઈ,તા.ગરબાડા,જિ.દાહોદ), કાન્તીભાઈ ભીમાભાઈ બામણીયા (રહે.દેલસર, ડુંગરી ફળિયું,તા.જિ.દાહોદ) અને સંજયભાઈ માનાભાઈ ડામોર (રહે.ગાંગરડી,તા.ગરબાડા,જિ.દાહોદ) આ ત્રણેય જણાએ એકબીજાના મેળાપીપણમાં ગતા.૨૩મી નવેમ્બરના રોજથી કોઈપણ સમયે છાપરી ગામે આવેલ બાંસવાડા બાયપાસ હાઈવે રોડની બાજુમાં આવેલ ઈન્ડિય ઓઈલ કોર્પાેરેશન લીમીટેડની પાઈપ લાઈનમાં કાણું પાડી ડબલ ડબલ વાલ્વ ફીટ કરી ચામુંડા ઢાબા હોટલ સુધી લોખંડની પાઈલ લાઈન જમીનમાં દાટી પાઈપ લાઈનમાંથી ડીઝલ આશરે ૧૨ હજાર લીટર જેની કુલ કિંમત રૂા.૭,૫૦,૦૦૦ની ચોરી કરતાં આ મામલાની જાણ વડોદરા ખાતે રહેતા અને ઈન્ડિયન ઓઈલરી ફાઈનરીમાં ફરજ બજાવતાં શશીકાંત ઘનશ્યામ શર્માને થતાં તેઓ દ્વારા ઉપરોક્ત ત્રણેય જણા વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતાં પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.

Share This Article