Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે અમદાવાદ જતી એસટી બસો બપોર બાદ રદ્દ કરી કેટલીક બસોના રૂટ ડાયવર્ટ કરાયાં

દાહોદ:અમદાવાદમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે અમદાવાદ જતી એસટી બસો બપોર બાદ રદ્દ કરી કેટલીક બસોના રૂટ ડાયવર્ટ કરાયાં

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.20

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સાગમટે વધારો જોવા મળતા રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણને નાથવા માટે સાવચેતીના ભાગરૂપે  રાત્રી કર્ફ્યુ લાદી દેવામાં આવ્યું છે.જેના પગલે આજ બપોર બાદ અમદાવાદ તરફ જતી એસટીબસોને રદ્દ કરી દેવામાં આવી છે.તેમજ અમદાવાદ થઇ ગુજરાતના અન્ય શહેરોમાં આવાગમન કરતી એસટી બસોને પણ ડાયવર્ટ કરી દીધા હોવાનું એસ.ટી.તંત્ર દ્વારા જાણવા મળેલ છે

વધુ મળતી માહીતી પ્રમાણે અમદાવાદમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો જોવા મળતા રાજ્ય સરકાર તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાવચેતના ભાગરૂપે રાત્રી કર્ફયુની અમલવારી થતાં તેના સંદર્ભમાં દાહોદ એસ.ટી.ડેપોમાં કુલ અમદાવાદ થી દાહોદ ૪૦ જેટલી બસો દોડતી હતી. અમદાવાદમાં રાત્રી કર્ફ્યુને ધ્યાનમાં રાખી અમદાવાદથી આવતી અને જતી ૧૪ ટ્રિપો (બસો) રદ્દ કરવામાં આવેલ છે. આ રદ કરવામાં આવેલ ૧૪ બસોને બીજા રૂટો પર દોડાવવામાં આવી રહી છે જે પૈકી રાજકોટ,બરોડા, સુરત અને એક્સ્ટ્રામાં મોરબી અને ભુજ તરફ ડાઈવર્ટ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

error: Content is protected !!