Friday, 14/03/2025
Dark Mode

ગરબાડા તાલુકાના છરછોડા ગામે ખેતરમાં કામ કરતા પરિવાર પર મધમાખીના ઝૂંડે હુમલો કરતા 60 વર્ષીય વૃદ્ધનું મોત:અન્ય ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયા

ગરબાડા તાલુકાના છરછોડા ગામે ખેતરમાં કામ કરતા પરિવાર પર મધમાખીના ઝૂંડે હુમલો કરતા 60 વર્ષીય વૃદ્ધનું મોત:અન્ય ત્રણ બાળકો ઈજાગ્રસ્ત થતાં દવાખાને ખસેડાયા

  વિપુલ જોષી :- ગરબાડા 

 ગરબાડા તા.09

દાહોદ તાલુકાના છરછોડા ગામે ખેતરમાં મકાઈ વાઢતી વખતે અચાનક આવેલી મધમાખીના ઝૂંડે હુમલો કરતા એક જ પરિવારના એક આધેડ તેમજ ત્રણ બાળકો સહીત ચાર લોકો ઈજાગ્રસ્ત થયાં હતા.જયારે મધમાખીના હુમલામાં ગંભીરરૂપે ઘાયલ થયેલા વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જયારે ઈજાગ્રસ્ત ત્રણેય બાળકોને સારવાર અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકાના છરછોડા ગામનારહેવાસી અને જંગલ ખાતામાં માળી તરીકે નોકરી કરતા બાદલભાઈ બાલુભાઈ બીલવાલ,8 વર્ષીય અજયભાઈ દિલીપભાઈ બીલવાલ,9 વર્ષીય ઈશ્વરભાઈ સમસુભાઈ બિલવાલ,5 વર્ષીય વિનોદભાઈ લાલાભાઈ બિલવાલ પોતાના પરિવાર સહીત ડુંગરાળ વિસ્તારમાં આવેલ પોતાના ખેતરમાં બપોરના બાર વાગ્યાના સુમારે મકાઈ વાઢી રહ્યા હતા. તે સમયે ખેતરમાં મધમાખીના ઝૂંડે પરિવાર પર એકાએક હુમલો કરતા આસપાસના લોકો દોડી આવી આ પરિવારને મધમાખીના ઝુંડથી બચાવવાના પ્રયાસમાં લાગી ગયા હતા.ત્યારબાદ આસપાસના લોકોએ આ બનાવની જાણ ઈમરજન્સી ૧૦૮ ને કરતા પરંતુ ડુંગરાળડુંગરાળ વિસ્તારમાં તેમજ દુર્ગમ વિસ્તારમાં 108 સમયસર ન પહોંચી શકતા બાદલભાઈ બાલુભાઈ બિલવાલ મોતને ભેટ્યા હતા. જયારે મધમાખીના હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ઉપરોક્ત ત્રણેય બાળકોને 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા. આ બનાવ સંબંધે ગરબાડા પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

error: Content is protected !!