દાહોદ શહેરના ગોદીરોડ થી સ્ટેશન રોડને જોડતો રેલવે ફૂટ ઓવર બ્રિજ કોરોના કાળમાં 6 માસ બાદ આજથી પુનઃ શરૂ થતાં રેલવે ફૂટ ઓવરબ્રિજ થી અવર જવર કરતા લોકોને રાહતની લાગણી અનુભવી હતી.દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના અગંત મદદનીશ અને ગ્રાહક સલાહકાર સમિતિના સદસ્ય દોલતરામ મીણા ગઈકાલે ઓનલાઇન મિટિંગમાં હાજર રહી યાત્રીઓની સુવિધાઓને ધ્યાનમાં રાખી વિવિધ રજૂઆતો કરી હતી ત્યારબાદ રેલવે તંત્ર દ્વારા આદેશ કરાતા રેલવે ફૂટ ઓવર બ્રિજ આજે સવારે ૧૦ વાગ્યા જાહેર જનતા માટે ખોલી દેવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે
દાહોદ શહેરના ગોદીરોડની જનતા માટે આજે આનંદના સમાચાર પ્રાપ્ત થયાં છે.કે પશ્ચિમ રેલવે ના વિભાગીય રેલ્વે મેનેજર અને રતલામ વિભાગના અન્ય અધિકારીઓ સાથે દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ના અંગત મદદનીશ અને ગ્રાહક સલાહકાર સમિતિના સદસ્ય દોલતરામ વીડિયો કોન્ફરન્સિંગદ્વારા આજરોજ મિટિંગ યોજાઈ હતી.જેમાં પાછળની રેલવેની તમામ રેલવે લાઇનને ક્રોસ કરતી ફૂટ ઓવર બ્રિજ બંધ હોવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રેલ્વે ફૂટ ઓવર બ્રિજ બંધ થવાથી ગોદી રોડ વિસ્તારના રહેવાસીઓ મહિલાઓ, વૃદ્વાઓ તેમજ રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવા મજબુર બન્યા છે.(૨) દાહોદ સ્ટેશન પર એક પ્લેટ ફાર્મથી બીજા પ્લેટફોર્મ, વૃદ્ધ, માંદા અને અપંગ લોકોની સુવિધા માટે રેમ્પ / લિફ્ટ સુવિધા.(3)બોરડી રેલ્વે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ બનાવવું,(4) લાંબા માર્ગની ઘણી ટ્રેનો રેલવે દ્વારા ચલાવવામાં આવી રહી છે, જે ફક્ત મુખ્ય સ્ટેશનો પર જ રોકાઈ છે, પરંતુ નાના સ્ટેશનોના મુસાફરો માટે સુવિધા નથી, તેથી ઉજ્જૈનથી વડોદરા સુધીની મેમુ ટ્રેન ચલાવવી જોઇએ.(5) કોચિંગ ડિરેક્ટર રેલ્વે બોર્ડના જણાવ્યા મુજબ તા. ૧૦/6/૨૦૧૦: – (એ) મુંબઇ-ફિરોજપુર જનતા એક્સપ્રેસ બંધ રહેશે (બી) વલસાડ – દાહોદ ઇન્ટરસિટી હવે વલસાડ – ગોધરા સુધી ચલાવવામાં આવશે.(સી)દહેરાદૂન એક્સપ્રેસના રૂટ પર પણ પરિવર્તન કરવામાં આવી રહ્યું છે આ ટ્રેન હવે કોટલાથી રતલામ – મંદસૌર – ચિત્તોડ થઈ જશે. (ડી) વલસાડ – પુરી ટ્રેન નં. 22909/10 નો રૂટ બદલવામાં આવી રહ્યો છે, હવે આ ટ્રેન વડોદરા-નાગદા-ભોપાલ-ઇટારસી રૂટ પર નહીં જાય અને જલગાંવ-ખંડવા-ઇટારસી રૂટ ઉપર દોડશે.વિભાગીય રેલ્વે મેનેજર તરફથી શ્રી વિનીત ગુપ્તાજી જોડે વિગતવાર ચર્ચા કર્યા પછી વિનંતી કરી હતી કે નાયબ નિયામક કોચિંગને આ વિસ્તારની સમસ્યાઓથી વાકેફ કરવામાં આવે અને ઉપરોક્ત પરિપત્રની ગંભીરતાપૂર્વક વિચાર કર્યા પછી આ વિસ્તારની તમામ ટ્રેનોને પહેલાની જેમ જ ચલાવવામાં આવે.શ્રી ગુપ્તાએ તમામ ચીજો પર યોગ્ય પગલા લેવાની ખાતરી આપી હતી. તેમજ ગોદીરોડની જનતાના હિતને ધ્યાનમાં રાખીને શ્રી ગુપ્તા જી દ્વારા દાહોદના અધિકારીઓને ટ્રાફિક માટે “” “ફુટ ઓવર બ્રિજ” “ફરીથી ચાલુ કરવા આદેશ આપવામાં આવતા આજરોજ સવારે 10 વાગ્યે આ બ્રિજ ખુલ્લું કરી દેવાશે જેથી ગોદીરોડથી બજાર તરફ જતા અસંખ્ય રાહદારીઓ માટે આજથી ફૂટ ઓવર બ્રિજ પુનઃ શરૂ થતાં હોવાના સમાચારથી અત્રેના લોકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.