દે.બારીયાના ડાંગરીયા પાસે સર્જાયો અકસ્માત:અજાણ્યા વાહનની અડફેટે મોટરસાઇકલ ચાલક બે યુવકો મોતને ભેટ્યા:એક રાહદારી બાળકી ઈજાગ્રસ્ત

Editor Dahod Live
1 Min Read

 મઝહરઅલી મકરાણી :- દે.બારીયા 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ડાંગરિયા ગામે અવંતી પાસે ગત સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઇક પર સવાર બે વ્યક્તિઓનું ઘટના સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજયાનું તેમજ રોડની સાઈડમાં ચાલતી જઈ રહી છોકરીને શરીરે ઓછી વતી ઈજાઓ થયા નું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર એક અજાણ્યા વાહનચાલક તેના કબજાનું વાહન પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી ડાંગરિયા ગામે અવંતી પાસે રોડ ઉપર સામેથી આવી રહેલ જીજે.૧૭.એબી.૩૭૧૯ નંબરની મોટર સાયકલને જોશભેર ટક્કર મારી તથા રોડની સાઈડમાં ચાલતી જઈ રહેલી છોકરીને પણ અડફેટમાં લઇ પાડી દઈને પોતાનું વાહન લઇ નાસી જતા આ સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં મોટર સાઈકલ પર સવાર દેવગઢબારિયા તાલુકાના આક્લી ગામના ૧૮ વર્ષીય નિલેશભાઈ ઝવેરભાઈ બારીઆ તથા ૧૫ વર્ષીય કલ્પેશ બળવંતભાઈ બારીઆને માથાના તથા પગે ગંભીર ઈજાઓ થતાં તે બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. તેમજ છોકરીને ઓછી વત્તી ઇજાઓ થવા પામી હતી. જેથી છોકરીને સારવાર અર્થે દેવગઢબારિયા સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી.
આ સંદર્ભે દેવગઢબારીયા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article